Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તેલંગણનાં કોથાગુડેમ જિલ્લામાં સીઆરપીએફ કેમ્પ નજીક હુમલા થયા

  • October 03, 2024 

માઓવાદીઓએ ડાબેરી આતંકવાદ પ્રભાવિત વિસ્તારોમાં સુરક્ષા બળો પર હુમલા કરવા દિવાળીના ફટાકડા અને અગરબત્તીનો ઉપયોગ કરવાની નવી તરકીબ અપનાવી છે, ખાસ કરીને તેલંગણના કોથાગુડેમ જિલ્લામાં સીઆરપીએફ જેવી કેમ્પ નજીક આવા હુમલા થઈ રહ્યા છે. આ વ્યૂહરચનાની જાણ ૨૫ સપ્ટેમ્બરે પુસુગુપ્પા કેમ્પ પર થયેલા હુમલા દરમ્યાન થઈ હતી જ્યારે રોકેટ અને બંદુકથી હુમલો કરવા અગાઉ અગરબત્તીથી ફટાકડા ફોડીને સૈનિકોનું ધ્યાન વાળવાનો પ્રયાસ કરાયો હતો. હુમલાખોરોએ હુમલાનો સમય ચતુરાઈપૂર્વક સાંજનો નક્કી કર્યો જેથી સુરક્ષા બળોને તેમના પર સીધો હુમલો થયો હોવાનો વહેમ આવે.


૪૫ મિનિટના તીવ્ર ગોળીબાર પછી માઓવાદીઓએ પીછેહટ કરી અને કેમ્પની વાડને થોડુ નુકસાન કર્યું. જોકે તેમાં કોઈ જાનહાનિ નહોતી થઈ. ત્યાર પછી સુરક્ષા બળોને દિવાળીના ફટાકડા અને બળી ગયેલી અગરબત્તીઓના પુરાવા મળતા હુમલો કરવાની નવી પદ્ધતિની જાણ થઈ. આ તરકીબનો હેતુ રાત્રિ-હુમલાની ગૂંચવણનો લાભ લેવાનો હતો જેમાં માઓવાદીઓ વધુ ગંભીર હુમલા કરવા અગાઉ સુરક્ષા દળોનું ધ્યાન ભટકાવવા ફટાકડાના અવાજનો ઉપયોગ કરે છે.


નિષ્ણાંતોના મતે આ તરકીબ વ્યાપક ટ્રેન્ડનો હિસ્સો છે જેમાં બળવાખોરોને ખુલ્લી લડાઈમાં તકલીફ પડતી હોવાથી તેઓ સુરક્ષા બળોને લક્ષ્યાંક બનાવવા આવા પ્રોક્સી ઉપાયો અને સુધારેલા વિસ્ફોટો પર મદાર રાખતા થયા છે. પરંપરાગત સ્ફોટકોથી ઓછી જોખમી હોવા છતાં આ નવી પદ્ધતિ દૂરગામી વિસ્તારોમાં વધુ પ્રમાણમાં જોવા મળી છે જ્યાં સીઆરપીએફ તેના ફોરવર્ડ ઓપરેટીંગ બેઝને વિસ્તૃત કરી રહ્યું છે, ખાસ કરીને છત્તીસગઢના બસ્તર જેવા વિસ્તારોમાં, જ્યાં નક્સલ વિરોધી ઓપરેશનો સૌથી વધુ તીવ્ર છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application