અમદાવાદનાં સેટેલાઇટ વિસ્તારમાં રહેતી એક મહિલાને પારિવારીક પ્રશ્નો હોવાથી તેણે એક મહિલા જ્યોતિષનો સંપર્ક કરતા તેની પાસેથી વિધીના નામે જ્યોતિષે તેની પત્ની સાથે મળીને ૨૦ લાખ રૂપિયા પડાવવાના મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં તે જ્યોતિષના નામે અલગ અલગ મોબાઇલ નંબર અને નામ ધારણ કરીને છેતરપિંડી આચરતા હતા. ખાસ કરીને જે મહિલાઓને પતિ કે, સાસરિયાઓ સાથે અણબનાવ હોય તેમને ટારગેટ કરીને નાણાં પડાવવાની સાથે બ્લેકમેઇલ પણ કરતા હતા. જોકે આ કેસની તપાસમાં આનંદનગર પોલીસને હજુ સુધી આરોપીઓને કોઇ કડી મળી નથી. શહેરના સેટેલાઇટ પ્રેરણાતીર્થ વિસ્તારમાં રહેતી મહિલાના પતિ અને સાસુ સાથે ખટરાગ હોવાથી તે એક જ્યોતિષના વિશ્વાસમાં આવી હતી અને કથિત જ્યોતિષ દંપતિએ ૨૦ લાખ જેટલી રકમ વસુલી લીધી હતી.
આ કેસમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે જે વ્યક્તિ પોતાની ઓળખ અમિત ત્રિવેદી તરીકે આપતો હતો તેનું નામ અલ્કેશ જોષી હતું અને મનીષા નામની મહિલાનું નામ નીતુ જોષી હતું. આ બન્ટી બબલીએ જ્યોતિષ દંપત્તિના નામે માત્ર સેટેલાઇટમાં રહેતી મહિલા જ નહી પણ અમદાવાદમાં વાસણા, વડોદરા અને સુરત સહિતના શહેરોમાં અનેક લોકોને ટારગેટ હતા. શહેરના સેટેલાઇટ વિસ્તારમાં રહેતી એક મહિલાને પારિવારીક પ્રશ્નો હોવાથી તેણે એક મહિલા જ્યોતિષનો સંપર્ક કરતા તેની પાસેથી વિધીના નામે જ્યોતિષે તેની પત્ની સાથે મળીને ૨૦ લાખ રૂપિયા પડાવવાના મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં તે જ્યોતિષના નામે અલગ અલગ મોબાઇલ નંબર અને નામ ધારણ કરીને છેતરપિંડી આચરતા હતા. ખાસ કરીને જે મહિલાઓને પતિ કે સાસરિયાઓ સાથે અણબનાવ હોય તેમને ટારગેટ કરીને નાણાં પડાવવાની સાથે બ્લેકમેઇલ પણ કરતા હતા.
જોકે આ કેસની તપાસમાં આનંદનગર પોલીસને હજુ સુધી આરોપીઓને કોઇ કડી મળી નથી. શહેરના સેટેલાઇટ પ્રેરણાતીર્થ વિસ્તારમાં રહેતી મહિલાના પતિ અને સાસુ સાથે ખટરાગ હોવાથી તે એક જ્યોતિષના વિશ્વાસમાં આવી હતી અને કથિત જ્યોતિષ દંપતિએ ૨૦ લાખ જેટલી રકમ વસુલી લીધી હતી. આ કેસમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે જે વ્યક્તિ પોતાની ઓળખ અમિત ત્રિવેદી તરીકે આપતો હતો તેનું નામ અલ્કેશ જોષી હતું અને મનીષા નામની મહિલાનું નામ નીતુ જોષી હતું.
આ બંટી બબલીએ જ્યોતિષ દંપત્તિના નામે માત્ર સેટેલાઇટમાં રહેતી મહિલા જ નહી પણ અમદાવાદમાં વાસણા, વડોદરા અને સુરત સહિતના શહેરોમાં અનેક લોકોને ટારગેટ હતા. અત્યાર સુધીમાં આ બંટી બબલીએ ૫૦થી વધારે મહિલાઓને ટારગેટ કરીને લાખો રૂપિયા પડાવ્યા હતા અને આ માટે તે અખબારમાં જાહેરાત આપતા સમયે અલગ અલગ નામ અને મોબાઇલ નંબર આપતા હતા. એટલું જ નહી તે ગુજરાતમાં ચોક્કસ ક્યા શહેરના રહેવાસી છે? તે અંગે પણ ભોગ બનનારને માહિતી આપતા નહોતા. ત્યારે આ કેસની તપાસમાં આનંદનગર પોલીસ દ્વારા ગંભીરતાથી તપાસ કરવામાં આવે તો અનેક મોટા ખુલાસા થવાની શક્યતા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500