અલથાણ કેનાલ રોડ વિસ્તારમાં રહેતા લેડિઝ ડ્રેસમટીરીયલ્સનો ઘરેથી વેપાર કરતા સોલંકી દમ્પતિ માર્ચે મહિનામાં બિલીમોરામાં ઍક્ઝિબિશનમાં ભાગ લેવા માટે ગયા હતા તે દરમ્યાન તેમની ગેરહાજરીનો લાભ ઉઠાવી ઘરમાં કલરકામ કરતા કારીગરે કબાટમાંથી રોકડા ૭૦ હજાર અને દાગીના મળી કુલ રૂપિયા ૨.૭૦ લાખના મતાની ચોરી કરી નાસી ગયો હતો.
ખટોદરા પોલીસના જણાવ્યા મુજબ અલથાણ કેનાલ રોડ ઈકો પોઈન્ટમાં રહેતા જીગરભાઈ સોલંકી લેડીઝ ડ્રેસમટીરીયલ્સનો ઘરેથી જ વેપાર ધંધો કરે છે. જીગરભાઈઍ માર્ચ મહિનામાં ઘરમાં ફર્નીચર અને કલરકામ કરાવાનું હોવાથી રાજેન્દ્ર યાદવને કોન્ટ્રાકટ આપ્યો હતો. અને તેઓ કલરકામ માટે શીવકુમાર યાદવ નામના કારીગરને ઘરે મોકલ્યો હતો. ગત તા ૨૬ માર્ચના રોજ જીગરભાઈ અને પત્ની અમીતાબેન બિલીમોરા ખાતે ઍક્ઝિબિશનમાં ભાગ લેવા માટે સવારે નિકળી ગયા હતા. અને જીગરભાઈના પિતા પણ ફેકટરી ચાલ્યા હતા. તે વખતે અમીતાબેનને શીવકુમારે ફોન કરી હું કલર કામ માટે આવ્યો છું પણ ઘરમાં કોઈ નથી હોવાનુ કહેતા અમીતાબેને સામેના ઘરમાંથી ચાવી લઈ લેવાનું કહ્યું હતુ.
શીવકુમારે ચાવી લીધા બાદ ઘરમાં કોઈ ન હોવાનો મોકાનો ફાયદો ઉઠાવી ઍક કલાકમાં જ કબાટમાંથી રોકડા ૭૦ હજાર,બે સોનાની ચેઈન, ઍક સોનાનું બ્રેસલેટ, બે સોનાની બુટ્ટી મળી કુલ રૂપિયા ૨.૭૦ હજારના મતાની ચોરી કરી નાસી ગયો હતો. ઘરે આવ્યા બાદ શીવલકુમાર ચોરી કરી નાસી ગયો હોવાની જાણ કરતા કોન્ટ્રાકટર રાજેન્દ્ર યાદવને શીવકુમારને ફોન કરતા તબીયત સારી નથી જેથી કામ પર ગયો નથી હોવાનુ ગોળગોળ જવાબ આપતા રાજેન્દ્ર તેના રૂમમાં તપાસ કરતા ઘરને તાળુ મારેલુ હતુ. ત્યારબાદ બે દિવસ પહેલા શીવકુમારે કોન્ટ્રાકટર રાજેન્દ્રને ફોન કરી પોતે જ ચોરી કરી મુંબઈ આવી ગયો હોવાનુ કહેતા અમીતાબેન સોલકીઍ ગઈકાલે પોલીસમાં ફરિયાદ નોધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500