ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય સમીકરણો બદલી રહ્યા છે તેવામાં આમ આદમી પાર્ટી અને BPT વચ્ચેનું ગંઠબંધન તૂટતાં આપને મોટો ઝાટકો લાગ્યો છે,ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ જ રહ્યા છે ત્યારે ગુજરાતના રાજકારણમાં સતત ઉથલ પાથલ જોવા મળી રહી છે.પાર્ટીના કાર્યકરો પોતાના પક્ષ છોડીને બીજા પક્ષમાં જોડાઈ રહ્યા છે તો બીજી તરફ ગઠબંધનો તૂટી રહ્યા છે. આવું જ આમ આદમી પાર્ટી સાથે પણ થયું છે. અત્યાર સુધી કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્યો પક્ષ છોડીને ભાજપમાં જોડાઈ ગયા છે ત્યારે આપ અને બીપીટીનું ગઠબંધન તૂટી ગયું છે જેનાથી આપને ગુજરાતમાં વ્યાપક નુકશાન થઇ શકે છે.આ ગઠબંધન તૂટતાં જ ગુજરાતના નર્મદાની બે બેઠકો પર તેની અસર પડશે.
સૂત્રોમાંથી માહિતી મળતા આપના નેતાઓ પોતાની મનમાની કરતા હોવાની વાત ચર્ચાઈ રહી છે. આ મામલે BPTના નેતા છોટુ વસાવાએ જણાવ્યું હતું કે,આપણા નેતાઓ કોઈનું પણ માનતા ન હતા જેનાથી બંને વચ્ચેનું ગઠબંધન તૂટી ગયું હતું. ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને BPT વચ્ચે આ વર્ષે મેં મહિનામાં ગઠબંધન થયું હતું. ભરુચમાં BPTનું મહાસંમેલન યોજાયું હતું. આ મહાસંમેલન પહેલા અરવિંદ કેજરીવાલ અને છોટુ વસાવા એક બેઠક થઇ હતી અને ગઠબંધન થયું હતું. નોંધનીય છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો પ્રચાર ખુબ જ પ્રચંડ છે અને કોંગ્રેસ ક્યાંય નજર આવતી નથી. આ ગઠબંધનની અસર આવનાર વિધાનસભામાં જોવા મળી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application