દિલ્હીની હવાની ક્વોલિટી સુધરી રહી છે ત્યારે દેશનાં આર્થિક પાટનગર મુંબઇમાં એરક્વોલિટી ઇન્ડેક્સ 262 ઉપર મંગળવારે પહોંચી ગયો હતો. જે ખરાબ સ્તરે માનવામાં આવે છે. તો બીજી તરફ દેશનાં પાટનગર દિલ્હીમાં એરક્વોલિટી ઇન્ડેક્સ સુધરીને 203 રહ્યો હતો. તેમ સીસ્ટીમ ઓફ એરક્વોલિટી ફોરકાસ્ટિંગ એન રીસર્ચ (એસ.એ.એફ.એ.આર.) દ્વારા જણાવવામાં આવ્યું છે. પહેલાં જાણકારોનું કહેવું હતું કે, સમુદ્ર તટને લીધે મુંબઇમાં હવાની ગતિ બની રહી છે. તેથી મુંબઇની હવા દિલ્હી જેવી ખરાબ થવા સંભવ નથી.
પરંતુ આંકડાઓ જોતાં મુંબઇ પણ આ સમસ્યાથી અસ્પૃશ્ય રહ્યું નથી. એસ.એ.એફ.એ.આર.ના પ્રોજેક્ટ ડાયરેકટરે જણાવ્યું હતું કે, પશ્ચિમી વિક્ષોભને લીધે ભારતનાં પશ્ચિમનાં ભાગોમાં હવાની ગતિ ઓછી છે. ઉપરાંત ઉષ્ણતામાન ઘટવાને લીધે પ્રદૂષણનાં કણ રોકાઈ ગયાં છે. વળી હવા ઝડપભેર પાછી પણ ફરી રહી નથી. તેમની સમુદ્ર ઉપરથી આવતી હવાની ગતિ પણ મંદ પડી છે. આ બધાં કારણોને લીધે મુંબઇની હવા ખરાબ શ્રેણીમાં પહોંચી ગઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application