Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગના વિધાર્થીઓ માટે તા.૨૪નાં રોજ ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે પ્રવેશ પ્રક્રીયાના ફોર્મ ભરાશે

  • May 23, 2023 

પ્રયોશા પ્રતિષ્ઠાન સંસ્થા માલેગામ દ્વારા પોતાના ૨૫ (રજત જંયતી) વર્ષના પ્રાંરભે ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને સુરત જિલ્લાના આદિજાતી વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમા (ગુજરાતી માધ્યમ) અભ્યાસક્રમ માટેની સુવર્ણ તક પુરી પાડવામા આવી રહી છે. પ્રયોશા પ્રતિષ્ઠાન સંસ્થાના મોભી પ.પુજ્ય શ્રી પી.પી.સ્વામીના જણાવ્યા અનુસાર પ્રવેશ પરીક્ષાના આધારે પસંદગી પામનાર ફક્ત ૪૫ તેજસ્વી વિદ્યાર્થીઓ માટે પ્રવેશ આપવામા આવશે. આ વિધ્યાર્થીઓને રૂપીયા ૨ લાખની ફી માફી મુક્તિ મળશે.






તેમજ વિનામૂલ્યે સંપૂર્ણ અભ્યાસ, અભ્યાસકીય સામગ્રીઓ, નિવાસ, ભોજન વગેરેની ઉત્તમ વ્યવસ્થા પુરી પાડવામા આવશે. ધોરણ ૧૦ પાસ વિધ્યાર્થીઓ પ્રવેશ માટે https://surveyheart.com/form/63f7590cd19fea075fd630e2 વેબ સાઇટ ઉપર ફોર્મ ભરી શકશે. તેમજ વધુ સંપર્ક માટે +91 9427270789, +91 9408628976 સપંર્ક સાધવા જણાવાયુ છે. ફકત ડાંગ જિલ્લાના વિધાર્થીઓ માટે તા.૨૪ના રોજ ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે બપોરના સમયે પ્રવેશ પ્રક્રીયાના ફોર્મ ભરાશે તેમ જણાવાયુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application