ગુજરાતમાં હમણાંથી બદલીઓનો દોર શરૂ થયો છે, ત્યારે ફરી એક વાર ગુજરાતના વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર કરાયો છે. મોટા પાયે આઈએએસ અધિકારીઓમાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. હાલ મળતી માહિતી પ્રમાણે, ૧૦૦ આઈએએસ અધિકારીઓની બદલીના આદેશ છૂટ્યા છે.
તાપી જિલ્લામાં કલેકટર પદે ડો.વિપિન ગર્ગ અને ડીડીઓ તરીકે વિ.એન.શાહની નિમણુંક કરવામાં આવી છે.
મુકેશ પુરી, એ કે રાકેશ, કમલ દયાની ,અરૂણ સોલંકી, મુકેશકુમાર, રમેશચંદ્ર મિના સહિતના અધિકારીઓની બદલી કરાઈ છે. મોહમ્મદશાહીદ, સંજીવ કુમાર, રૂપવંત સિંગ મનીષાચંદ્રા અને બી.એન.પાની તેમજ હર્ષદ પટેલ, આલોક પાંડે સહિત અનેક સિનિયર અધિકારીઓની બદલી કરાઈ છે. જ્યારે રમ્યા મોહન અને દિલીપ રાણા સહિતના ૧૦ અધિકારીઓને પ્રમોશન પણ અપાયા છે.તાપી જીલ્લાની વાત કરીએ તો, તાપી જિલ્લામાં કલેકટર પદે ડો.વિપિન ગર્ગ અને ડીડીઓ તરીકે વિ.એન.શાહની નિમણુંક કરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500