આ સમગ્ર મામલો છે
કહેવામાં આવી રહ્યું છે કે અભિનેત્રી રિયા કુમારી તેના ફિલ્મ નિર્માતા પતિ પ્રકાશ કુમાર અને બે વર્ષની પુત્રી સાથે નેશનલ હાઈવે 16 પર કોલકાતા તરફ જઈ રહી હતી. તે જ સમયે આ ઘટના બની,જ્યાં બદમાશોએ તેને ગોળી મારી દીધી.
લૂંટ દરમિયાન બદમાશોએ ગોળીબાર કર્યો હતો
પોલીસે જણાવ્યું કે સવારે લગભગ છ વાગ્યે રિયા કુમારી તેના પરિવાર સાથે બગનન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહિષ રેખા પાસે રોકાઈ હતી. તે જ સમયે ત્રણ લોકોએ તેના પર હુમલો કર્યો અને સામાન લૂંટવાનો પ્રયાસ કર્યો. જ્યારે અભિનેત્રીના પતિએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો તો બદમાશોએ રિયા કુમારીને ગોળી મારી દીધી અને સ્થળ પરથી ભાગી ગયા.
તબીબોએ મૃત જાહેર કર્યા
મળતી માહિતી મુજબ,પતિ પ્રકાશ કુમાર અભિનેત્રીને કારમાં લઈ ગયો અને મદદની શોધમાં લગભગ ત્રણ કિલોમીટર સુધી ભટક્યો. તેણે કુલગાચીયા પીરતાલા ખાતે હાઈવેની બાજુમાં કેટલાક લોકોને જોયા અને તેમને ઘટના વિશે જણાવ્યું. સ્થાનિકોએ તેની મદદ કરી અને અભિનેત્રીને SCC મેડિકલ કોલેજ, ઉલુબેરિયામાં લઈ ગયા, જ્યાં ડૉક્ટરોએ રિયા કુમારીને મૃત જાહેર કરી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500