વ્યારા તાલુકાના કપુરા ગામના વિસ્તારમાંથી બે ઈસમો દ્વારા મોટરસાઇકલ પર આવી સગીર વયની છોકરીને મોટરસાયકલ બેસાડી લઈ જતા તેની મમ્મી દ્વારા વ્યારા પોલીસ મથકે બે યુવક વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી લેતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી જે પ્રકરણ માં આરોપી યુવકની અટક કરી તેના સાગરીત ને પકડવા પોલીસે તપાસ હાથ ધરી હતી.
અપહરણ માં ઉપયોગમાં લેવાયેલી મોટર સાયકલ અને એક આરોપી ને ઝડપી પાડી તપાસ હાથ ધરી
મળતી માહિતી મુજબ વ્યારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એક દંપતી રહે છે. જેમની 15 વર્ષીય સગીર વયની દીકરી સાથે ગત બે દિવસ અગાવ તેના દાદી બસ સ્ટેશન પાસે આવેલા પાર્લરમાં જવા નીકળ્યા હતા. જે દરમિયાન કપુરા બસ સ્ટેશન પાસે ઊભા હતા. ત્યારે યુવરાજભાઇ દિનેશભાઈ વસાવા તા. ઝઘડિયા અને તેની સાથે એક યુવક મોટરસાયકલ પર આવ્યા હતા. સગીર વયની છોકરીને મોટરસાયકલ પર બેસાડી અપહરણ કરી ગયા હતા. જે બનાવને લઇને સગીરાના પરિવારજનો દ્વારા વ્યારા પોલીસ મથકે આવી બે યુવકો વિરુદ્ધ અપહરણ ની ફરિયાદ નોંધાવી દેતા પોલીસે બે યુવકો વિરુદ્ધ અપહરણ નો ગુનો નોંધી વધુ તપાસ વ્યારા પીઆઇ રાકેશ પટેલ એ હાથ ધરી હતી. જે પ્રકરણમાં પોલીસ દ્વારા આરોપી યુવક યુવરાજ દિનેશ વસાવા ((19) (રહે. કલક કમ્પની તા.ઝઘડિયા) ની અટક કરી અને અપહરણ માં ઉપયોગમાં લેવાયેલી મોટર સાયકલ અને એક આરોપી ને ઝડપી પાડી તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application