નવ વર્ષ પહેલાં વેટ વિભાગની ટીમે ઝાંપા બજાર વિસ્તારમાં વિષ્ણું કોર્પોરેશન પેઢીના સંચાલકો વિરુધ્ધ કરેલા વેટચોરીના કેસમાં પુરતા પુરાવા રજુ કરવામાં નિષ્ફળ જતાં સેકન્ડ કોર્ટના જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ(ફ.ક.)જયશ્રીબેન એસ.જાદવે આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કર્યો છે. વેટ વિભાગે કરોડો રૃપિયાની વેટ ચોરી તો ઝડપી પણ ટેક્સ વસુલાત માટે કોઈ કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહેવાથી આરોપીઓને લાભ મળ્યો હતો.
સુરત વેટ વિભાગની ટીમે તા.18-4-2014ના રોજ ઝાંપા બજાર સ્થિત વિષ્ણું કોર્પોરેશનની પેઢી પર દરોડા પાડીને કુલ 2.34 કરોડની વેચ ચોરી ઝડપી હતી.વેટ વિભાગના ફરિયાદી અધિકારી પેઢીના સંચાલકો ઉમેશ ધનસુખભાઈ અંજીરવાલા તથા મીના બેન ધનસુખભાઈ (રે.પાલ) વિરુધ્ધ મહીધરપુરા પોલીસમાં ગુજરાત વેલ્યુએડેડ ટેક્ષ એક્ટની કલમ 27(5)(ટ)85(1)(ગ)વગેરે હેઠળ ફરિયાદ નોંધાવી હતી. કેસની ન્યાયિક કાર્યવાહી દરમિયાન આરોપીઓના બચાવપક્ષે અશ્વિન જોગડીયાએ વેટ વિભાગના સાક્ષી એધિકારી ધીરુભાઈ છોટુભાઈ પટેલ તથા તપાસ અધિકારીની ઉલટ તપાસ લીધી હતી. જેમાં આ બાબત રેકર્ડ પર આવી હતીકે કાયદા મુજબ વેટ ચોરીની વસુલાત માટે મિલ્કત જપ્તીની કાર્યવાહી કરવાની હોય છે.પરંતુ કરોડ રૃપિયાની વેટ ચોરીના કેસમાં મિલકત ટાંચમાં લેવાની કોઈ કાર્યવાહી કરવાનો પુરાવો રેકર્ડ પર રજુ થયો નહોતો.વધુમાં ફરિયાદમાં જણાવેલી પેઢી કોના નામે હતી? ભરતીયું બીલ,કેશ મેમોરેન્ડમ વાઉચર પણ આરોપીઓએ બનાવ્યા હોવા સહિતના પુરાવા ફરિયાદપક્ષે રજુ કર્યા નહોતા. જેથી આરોપીઓને ગુના સાથે સાંકળી શકાય તેવા પુરાવાના અભાવે આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડવા બચાવપક્ષે માંગ કરી હતી. જેને કોર્ટે માન્ય રાખી આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ છોડવા હુકમ કર્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે આર્થિક ગુનો હોવા છતાં આરોપીઓ દ્વારા જ ગુનો કરવામાં આવ્યો હોય તેવો કોઈ પુરાવો રેકર્ડ પર રજુ થયો નથી. માત્ર તપાસ અધિકારીએ તપાસ મુજબ આપેલી જુબાની પર આધાર રાખી શકાય નહીં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application