Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

હિંમતનગરમાં થયેલી આંગડીયા પેઢીના કર્મચારીની લુંટનો આરોપી પેથાપુર માંથી ઝડપાયો

  • April 06, 2024 

સાબરકાંઠાના હિંમનગરમાં તાજેતરમાં આંગડીયા પેઢીનો કર્મચારી લુંટાયો હતો. પેથાપુર પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, ગામમાં આવેલા સુખડેશ્વર મહાદેવ મંદિર પાસે એક વ્યક્તિ શંકાસ્પદ લાગી રહ્યો છે અને તેની પાસે એક થેલો છે. પોલીસ બાતમી મુજબ પહોંચીને વ્યક્તિને પકડી તેની પૂછપરછ આદરતા હિંમતનગરમાં થયેલી આંગડીયા પેઢીના કર્મચારીની લુંટનો ભેદ ઉકેલાયો હતો. પોલીસે આરોપીને પકડીને મુદ્દામાલ રિકવર કર્યો હતો.



મળતી માહિતી મુજબ પેથાપુર પોલીસ મથકના પીઆઇ એમ.એન.દેસાઇની ટીમ ઇલેક્શનને લઇ વિસ્તારમા પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, પેથાપુર ગામમાં આવેલા સુખડેશ્વર મહાદેવ જતા પુલની નીચેના ભાગે હિંમતનગરમાં થયેલી લૂંટનો આરોપી વિશાલસિંહ હિરણયસિંહ ઉર્ફે કિરીટસિંહ પરમાર (રહે, પેથાપુર, મૂળ રહે, વણસોલ, ઉમરેઠ, આણંદ) લૂંટમાં ગયેલા મુદ્દામાલ પૈકી ચાંદીના દાગીનામાં ઘુઘરીવાળી પાયલ, બાળકોના કડલીયા, ફેન્સી જુડા, ફેન્સી બંગડીઓ કિંમત 81300, સોનાના દાગીનામાં 2 નંગ પાટલા, સોનાની બાળકની લકી સહિત કિંમત 1,52,500 મળી કુલ 2,33,800ના મુદ્દામાલ સાથ પકડી લીધો હતો.



આરોપીઓએ હિંમતનગર રેલવે સ્ટેશન જતા રોડ ઉપર કર્મચારીઓને રોક્યા હતા અને કહ્યુ હતુ કે, અમે પોલીસ છીએ, તમારી 3 દિવસથી શોધખોળ કરીએ છીએ. તમે ડ્રગ્સનો ધંધો કરો છો, તેમ કહીની એક વ્યક્તિએ ધોકો માર્યો હતો. જેમાં ગભરાઇ જતા બાઇક ઉપરથી નીચે પડી ગયા હતા. તે સમયે આંગડિયાના કર્મચારી પાસે રહેલો થેલો લઇ લીધો હતો અને તે સમયે કર્મચારીઓને તેમની નંબર વિનાની કારમાં બેસાડી પોલીસ મથક જવાદો તેમ કહીને હંકારી હતી. તે સમયે આગળ બમ્પ આવતા કાર ધીમી કરતા નીચે ઉતારીને ફરાર થઇ ગયા હતા. આ બનાવ બાદ હિંમતનગર બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાવતા પેથાપુર પોલીસે એક આરોપીને પકડી લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application