ડિંડોલી સાંઈ એવન્યુના નાકા પાસે સોમવારે રાત્રે નવેક વાગ્યે પૈસાની લેતી દેતી મામલે થયેલા ઝઘડાની અદાવત રાખી બુટલેગરને ઉપરા છાપરી ચપ્પુના ઘા ઝીકી રહેશી નાંખનાર ત્રણ હત્યારાઓને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે.
ડિંડોલી અંજનીનંદન સોસાયટીમાં રહેતો બુટલેગર અજય ઉર્ફે અજલો અરૂણ પટેલની સોમવારે રાત્રે નવેક વાગ્યે ડિંડોલી ખરવાસા રોડ સાંઈ એવન્યુના નાકા પાસે તેના જ મિત્ર ધીરજ પ્રકાશ વાણી , વાલ્મીકી ઉર્ફે ગાવઠી ગંગારામ પાટીલ અને અમોલ ઈશ્વર બારીને તેના સાળા નિલેશ ઉર્ફે ચિકાની સામે જ ચપ્પુના ઉપરા છપારી સાતેક ઘા ઝીકી લોહીલુહાણ કરી નાસી ગયા હતા.
બનેવી અજયને નિલેશ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ગયા હતા પરંતુ સારવાર મળે તે પહેલા જ અજય પટેલનું મોત નિપજ્યું હતું. વધુમાં મૃતક બુટલેગરે આરોપી ધીરજના પિતાને પૈસાની લેતી દેતી મામલે મારમાર્યો હતો જેની અદાવત રાખી ધીરજ વાણીઅે તેના બે મિત્રો સાથે મળીને અજય ઉર્ફે અજલોની હત્યા કરી હતી. બનાવ અંગે પોલીસે નિલેશ રાઠોડની ફરિયાદ લઈ હત્યાનો ગુનો દાખલ કરી પીઆઈ એચ.એમ.ચૌહાણે તપાસ શરૂ કરી હતી. અને ગણતરીના કલાકોમાં તેના માર્ગદર્શન હેઠળ સર્વલન્સ સ્ટાફના માણસોએ હત્યામાં સંડોવાયેલા ત્રણેય હત્યારાઓને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500