Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પલસાણા પોલીસ સ્ટેશનમાંથી આરોપી ભાગી જઈ ઓવરબ્રિજ ઉપરથી કુદયો

  • December 07, 2022 

પલસાણા પોલીસ સ્ટેશનમાં પોસ્કોના આરોપીને કોર્ટ માં લઈ જવાય તે પહેલાજ જાપ્તા માંથી ભાગી ગયો હતો પોલીસ પાછળ દોડતા આરોપી ઓવરબ્રિજ ઉપરથી કૂદી તળાવ માં પડ્યો હતો પોલીસે અને રાહદારી ઓ દ્વાર શોધખોળ કરતા આરોપી ગંભીર ઇજાઓ સાથે પાણીમાં ડૂબેલી હાલત માં મળી આવ્યો હતો તેને સારવાર અર્થે સુરત ની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો.




પલસાણા પોલીસ મથક માં બે માસ અગાવ નોંધાયેલ ગુનામાં મુંબઈ ખાતે રહેતો આરોપી મનદીપ સાવક ઉ વ. 19 એક નાબાલિક છોકરી ને લઈ ને ભાગી ગયો હતો તે ગુનામાં પલસાણા પોલીસે મનદીપને ઝડપી પડ્યો હતો અને સગીરા તેના માં બાપ ને સોંપી હતી સગીરા સાથે તેની મરજી વિરુદ્ધ દુસ્કર્મ કરવા બદલ પોલીસે મનદીપ સામે પોસ્કો એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો હતો અને જરૂરી જવાબો લઈ કોર્ટ માં હાજર કરવાની કામગીરી પલસાણા પોલીસ કરી રહી હતી ત્યારે મનદીપ પોલીસને ચકમો આપી ભાગી ગયો હતો.



તે દરમિયાન પોલીસ સ્ટેશન ની બહાર ઉભા પોલીસ કર્મીઓ એ તેને ભાગતા જોય પોલીસ પણ તેના પાછળ દોડી હતી આરોપી નાસીને નેશનલ હાઇવે 53 ઉપર બારડોલી તરફ જઇને ઓવરબ્રિજ ઉપર ચડીને ફરી પલસાણા ચાર રસ્તા ઉપર દોડ મૂકી ભાગતો હતો તે દરમિયાન સામેથી પોલીસની જીપ જોતા ઓવરબ્રિજ ઉપર થી પલસાણા મુસ્લિમ કબ્રસ્તાનની બાજુમાં આવેલ તળાવ માં છલાંગ મારી હતી જોત જોતામાં પોલીસની ટિમ અને રાહદારી ઓ દ્વાર તેની શોધખોળ આદરી હતી તળાવ માં પાણી સાથે જંગલી વનસ્પતિ પણ ગણી હોવાથી એક કલ્લાક ની જહેમત બાદ એક રાહદારી દ્વાર પાણીમાં ઉતરી મનદીપ ને શોધી કાઢવામાં આવતા પોલીસે રાહત નો દમ લીધો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application