અમદાવાદ : વર્ષ 2022 માં અમદાવાદના ખાડિયા વિસ્તારમાં ભાજપના એક કાર્યકર્તાની હત્યા થઈ હતી. ભાજપના કાર્યકર્તા રાકેશ ઉર્ફે બોબી મહેતાની ખાડીયા વિસ્તારમાં મોન્ટુ નામદારે હત્યા કરી હતી. આ કેસમાં આરોપી હત્યાનું ષડયંત્ર રચયુ હોવાનું પણ સામે આવ્યું હતું. મોન્ટુ નામદારને નડિયાદ જેલમાંથી કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો અને જ્યારે પરત લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે અસલાલી સર્કલ પાસે કુદરતી હાજતે જવાના બહાને પોલીસને માત આપીને ફરાર થઈ ગયો હતો.
આ મામલે અમદાવાદ જિલ્લા અને શહેર પોલીસ ફરિયાદ નોંધીને ફરાર આરોપીને ગોટવા ચક્રો ગતિમાન કર્યા છે. મોન્ટુ નામદાર અમદાવાદના ખાડિયાનો હિસ્ટ્રીસીટર છે.આગાઉ આરોપી મોન્ટુ નામદારની પોલીસે ધરપકડ કરી હતી અને નડિયાદ જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. 13 જુલાઈ થી 26 જુલાઈ સુધી 14 દિવસના વચગાળાના જામીન પર મોન્ટુ નામદાર પેરોલ પર બહાર આવ્યો હતો અને 27 જુલાઈના રોજ હાજર ન થતા પેરોલઝમ કરીને આરોપી નાસ્તો ફરતો હતો. મોન્ટુ નામદાર આબુ, દિલ્હી, મેરઠ, દેહરાદુન અને રાજસ્થાન સહિત અલગ અલગ રાજ્યની અંદર ધરપકડથી બચવા માટે ફરતો હતો. જો કે, પોલીસથી બચવા માટે ટેકનોલોજીનો પણ ઉપયોગ કરતો હતો.
મોબાઈલનું લોકેશનના મળે તે માટે કીપેડ મોબાઇલ યુઝ કરતો હતો અને દર બીજા દિવસે સીમકાર્ડ તોડી અને નવા સીમકાર્ડનો ઉપયોગ કરતો હતો. આ સાથે પોતાની કાર ટોલટેક્સ નજીકના દેખાય તે માટે અલગ અલગ ફાસ્ટ ટ્રેકનો પણ ઉપયોગ કરી ટોલટેક્સ ક્રોસ કરતો હતો. વિગતે વાત કરવામાં આવે તો, મોન્ટુ નામદાર સામે કુલ 23 જેટલા ગુનાઓ નોંધાયેલા છે જેમાં જુગારના 15 હથિયાર સંબંધિત 2 અને મારામારીના છ ગુનાઓ નોંધાયેલા છે. તેની ધરપકડ બાદ તેને નડિયાદની બિલોદરા જેલમાં રાખવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500