Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સાપુતારા શામગહાન ઘાટ માર્ગમાં સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક પલ્ટી જતાં અકસ્માત સર્જાયો

  • May 30, 2023 

ડાંગ જિલ્લાનાં સાપુતારા શામગહાન ઘાટ માર્ગમાં અવાર-નવાર અકસ્માતો સર્જાય છે. ત્યારે ફરી નાશિકથી સુરત તરફ JCB ભરી ટ્રક જઈ રહ્યો હતો. તે સમયે માલેગામ નજીક ઘાટ માર્ગમાં ટ્રક ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક પલ્ટી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ટ્રકમાં હેવી નવો JCB મશીન ભરેલું હતું. જે મોટું અને હેવી હતો, જે ટ્રક સહિત પલટી મારી જતાં નવા JCB સહિત ટ્રકને ભારે નુકશાન થયું હતું. આ અક્સ્માતમાં ડ્રાઈવર તેમજ ક્લીનરનો આબાદ બચાવ થતા નાની-મોટી ઈજાઓ થવા પામી હતી. બનાવ સંદર્ભે સાપુતારા પોલીસે અકસ્માતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application