નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહની સુચના મુજબ જીલ્લાના નાસતા ફરતા આરોપી ઓને પકડવા માટે તેમના રહેણાંક,આશ્રય સ્થાનો તથા બાતમીદારોથી ઝડપી જેલ ભેગા કરવાની પરિણામલક્ષી કામગીરી ની સુચના મળત એ.એમ.પટેલ,પોલીસ ઇન્સ્પેક્ટર,એલ.સી.બી.ના સુપરવિઝન હેઠળ તિલકવાડા પો.સ્ટે.માં અપહરણ ના ગુનામાં નાસતો ફરતો આરોપી જીગર જીતેન્દ્રભાઇ મિસ્ત્રી રહે.૭/૧૩૦,રત્નદિપ હાઉસીંગ સોસાયટી,જુના હાઉસીંગ બોર્ડ,શુભરત્ન સોસા. પાસે,રાણીપ,અમદાવાદ શહેરનો હોય એ વડોદરા ખાતે હોવાની ચોક્કસ બાતમી ના આધારે એલ.સી.બી.ની ટીમ દ્વારા તેને વડોદરા થી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી તિલકવાડા પો.સ્ટે.ને ગુનાના કામે સોંપવામાં આવ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500