Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : મોબાઈલ ચોરી કરી ફરાર થનાર આરોપીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરાઈ

  • March 10, 2024 

તાપી જિલ્લા એલ.સી.બી. તથા પેરોલ ફલો સ્કોર્ડએ સોનગઢ ખાતેથી થયેલ મોબાઈલ ચોરીનો ગુન્હો ગણતરીના કલાકોમાં જ ઉકેલી આરોપીને ઝડપી પાડી મોબાઈલ રિકવર કરવામાં આવ્યો હતો.


મળતી માહિતી મુજબ, સોનગઢ   ખાતે રહેતા શશીકાંતભાઈ મનહરભાઈ પાટીલ નાએ પોતાના કબ્જાનો રૂપિયા 20,000/-ની કિંમતનો મોબાઇલ ઓટલા પર મૂક્યો હતો જે મોબાઈલ કોઈક અજાણ્યા ચોર ઈસમ ચોરી કરી લીધો હતો જેને લઈ શશીકાંતભાઈએ તારીખ 07/૦૩/2024નાં રોજ પોલીસ ફરિયાદ નોંધી હતી. જોકે ગણતરીના કલાકોમાં જ તાપી જિલ્લા એલ.સી.બી. તથા પેરોલ ફલો સ્કોર્ડએ મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલ્યો હતો તેમજ આરોપીને ઝડપી પાડ્યો હતો. તાપી જિલ્લા એલ.સી.બી. તથા પેરોલ ફલો સ્કોર્ડએ મોબાઈલ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી રાહુલસિંહ ફુલસિંહ રાજપુત (રહે.લિંબાયત, સુરત)ને ઝડપી પાડી પોલીસે મોબાઈલ રિકવરી કરી આરોપીને આગળની વધુ કાર્યવાહી માટે સોનગઢ પોલીસને સોંપવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application