તાપી જિલ્લા પંચાયતની કારોબારી સમિતિ તથા શિક્ષણ સમિતિનાં સદસ્ય એવા માજી આરોગ્ય ચેરમેન સોનલબેન સંદીપભાઈ પાડવીએ સરકારની વિવિધ યોજના હેઠળના નિઝર તાલુકા પંચાયત હસ્તક વર્ષ ૨૦૨૦-૨૧, ૨૦૨૧-૨૨, ૨૦૨૨-૨૩ અને ૨૦૨૩-૨૪ દરમિયાન ૧૫ ટકા વિવેકાધીન યોજના, નાણાપંચ યોજના, વિકાસ યોજના, પીએમ આવાસ યોજના તથા બોર્ડર વિલેજ આયોજન સહિત 10 કામો અંગે તાલુકા વિકાસ અધિકારીની કચેરી પાસે માહિતી માંગી છે. જેમાં મંજૂર થયેલા કામો, તે પૈકી પૂર્ણ થયેલા કામો, અધૂરા કામો, ગ્રાન્ટ ન વપરાય હોય તેવા અને ગ્રાન્ટ પરત થઈ હોય તેવા કામો, કામોના પેન્ડીંગ બિલની માહિતી માંગી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500