Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કોરોનાના ભય વચ્ચે દેશમાં આવ્યો ઝીકા વાયરસ, દેશના કેરાલામાં એન્ટ્રી થતા ખળભળાટ

  • July 13, 2021 

દેશમાં કોરોનાના ભય વચ્ચે વધુ એક વાયરસનો ખતરો વધ્યો છે. આ વાયરસનુ નામ છે ઝીકા વાયરસ. ઝીકા વાયરસના વધી રહેલા કેસો વચ્ચે કેરાલામાં એલર્ટની સ્થિતિ બની ગઇ છે, અને સરકારે ઉતાવળમાં એક વિશેષણોની ટીમને દિલ્હીથી ત્યાં રવાના પણ કરી દીધી છે. અત્યાર સુધી કેરાલામાં આ વાયરસની ઝપેટમાં લગભગ 18થી વધુ લોકો આવી ચૂક્યા છે.

 

 

 

 

 

કેરાલાની મુલાકાતે ગયેલી દિલ્હી એઇમ્સની ટીમને ઝીકાને લઇને દેશના અન્ય રાજ્યોને પણ સાવધાન કર્યા છે આ ચેતાવણી બાદ રાજધાની દિલ્હી અને મુંબઇ સહિત દેશના કેટલાય મોટા શહેરોને એલર્ટ પર મુકી દેવામાં આવ્યા છે. કેરાલાના પાડોશી રાજ્યોને પણ આને લઇને એલર્ટ કરી દેવામા આવ્યા છે. મચ્છરોના કરડવાથી થનારી આ બિમારીનો પહેલો કેસ કેરાલામાં ગુરુવારે સામે આવ્યો હતો. પરંતુ 48 કલાકની અંદર કેસોમાં સતત વધારો થયો અને આનાથી રાજ્યની સાથે સાથે કેન્દ્રની પણ ચિંતા વધી ગઇ છે. ઝીકાનો પહેલો કેસ 24 વર્ષની ગર્ભવતી મહિલામાં દેખાયો હતો, પરંતુ શુક્રવારે નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલૉજીએ 13 બીજા કેસોની પુષ્ટી કરી છે, મતલબ કે આ 48 કલાકની અંદર ઝીકા વાયરસ પીડિત 14 દર્દીઓની ઓળખ થઇ ચૂકી છે. કોરોનાના કારણથી રાજ્યોની સ્વાસ્થ્ય વ્યવસ્થા પહેલાથી લથડી ગઇ છે. આવામાં ઝીકાના કેસો વધતા સરકાર માટે મુસીબત ઉભી થઇ શકે છે. જોકે  રાહતની વાત એ છે કે ઝીકા, કોરોનાની જેમ જીવલેણ નથી.

 

 

 

 

ઝીકા વાયરસના લક્ષણો

ઝીકા વાયરસ મચ્છર કરડવાથી ફેલાતી બિમારી છે. આના લક્ષણો ચિકનગુનિયાની જેવા જ હોય છે. આ વાયરસ એડીઝ મચ્છરના કરડવાથી ફેલાય છે. ગર્ભાવસ્થામાં મહિલાઓ આમાં વધુ સંક્રમિત થઇ શકે છે. તાવ અને શરીર પર લાલ ચાઢા થવા, ફોલ્લીઓ અને આંખો લાલ થવી વગેરે. નશોમાં અને સાંધાઓમાં દુઃખાવો થવો, આનાથી સંક્રમિત મોટાભાગના લોકોમાં લક્ષણો વિકસિત નથી થતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application