ઉત્તરપ્રદેશની યોગી સરકારે રાજ્યના ખાનગી અને કોમર્શિયલ વાહન માલિકોને મોટી રાહત આપી આપતાં લાંબા સમયથી વાહનના દંડ વસૂલવા માટે મોકલવામાં આવતા ચલણની ચુકવણી ન કરનારા માલિકોને છૂટ આપતા છેલ્લાં પાંચ વર્ષના ઈ-ચલણને રદ કરવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આ નિર્ણયથી રાજ્યના લાખો વાહન માલિકોએ રાહતનો શ્વાસ લીધો છે.
યુપી સરકારે જાહેરાત કરી કે રાજ્યમાં 1 જાન્યુઆરી, 2017 થી 31 ડિસેમ્બર, 2021 વચ્ચેના તમામ ચલણને માફ કરી દેવાયા છે. તેની સાથે વિવિધ કોર્ટમાં પેન્ડિંગ હોય તેવા કેસમાં પણ આ નિયમ લાગુ પડશે. આ જાહેરાત તમામ પ્રકારના વાહનોને લાગુ પડશે. ટ્રાન્સપોર્ટ કમિશનર ચંદ્ર ભૂષણ સિંઘે તમામ વિભાગીય પરિવહન અધિકારીઓને કોર્ટમાં સબકમિટીના કેસોની યાદી મેળવીને આ ચલણોને પોર્ટલમાંથી દૂર કરવાની સૂચના આપી છે. યુપી સરકારના આ પગલાથી બાકીના લોકોને મોટી રાહત મળશે.
આદેશમાં કહેવામાં આવ્યું છે કે, કોર્ટમાં પેન્ડિંગ ચલણની યાદી મળ્યા બાદ તેને ઈ-ચલણ પોર્ટલ પરથી હટાવી દેવામાં આવે. આદેશ અનુસાર, 1 જાન્યુઆરી, 2017 થી 31 ડિસેમ્બર, 2021 સુધીના સમયગાળા દરમિયાન થયેલા ચલણને રદ કરવામાં આવી રહ્યા છે. ટ્રાન્સપોર્ટ કમિશનરે કહ્યું કે ઉત્તર પ્રદેશ ઓર્ડિનન્સ નંબર 2 જૂન 2023 દ્વારા આ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે જે હેઠળ જૂના પેન્ડિંગ ચલણો રદ કરવામાં આવે. નોંધનીય છે કે નોઈડામાં ખેડૂતો આ ચલણ રદ કરવાની માંગ સાથે ધરણા કરી રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500