Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વિક્રમ લેન્ડરે ચંદ્ર પર કુદરતી કંપન અને હલચલની પ્રવૃત્તિ રેકોર્ડ કરી, ISROએ તપાસ શરૂ કરી

  • September 01, 2023 

ISROનાં ચંદ્રયાન-3 મિશન હેઠળ ચંદ્ર પર પહોંચેલું વિક્રમ લેન્ડર સતત નવી શોધ કરી રહ્યું છે. ચંદ્રની સપાટી પર નવા પ્રયોગો કરી રહેલા વિક્રમ લેન્ડરે હવે ચંદ્ર પર કુદરતી કંપન અથવા હલચલની પ્રવૃત્તિ રેકોર્ડ કરી છે. જોકે ગતરોજ સોશ્યલ મીડિયા પર માહિતી શેર કરતા ISROએ જણાવ્યું કે વિક્રમ લેન્ડર પર એવા ઈન્સ્ટ્રુમેન્ટ્સ ઈન્સ્ટોલ કરવામાં આવ્યા છે, જે ચંદ્રની સપાટી પર થનાર કંપનની ગતિવિધિ રેકોર્ડ કરવામાં સક્ષમ છે. આ સાધનોએ ચંદ્રની સપાટી પર ધરતી કંપની ગતિવિધિ શોધી કાઢી છે. આ સાધનો પ્રજ્ઞાન રોવર અને અન્ય પેલોડ્સની હલચલને રેકોર્ડ કરવામાં સક્ષમ છે.



ISROએ તેની સોશ્યલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, 'ચંદ્ર પર સિસ્મિક એક્ટિવિટી શોધવા માટે મોકલવામાં આવેલું પહેલું માઇક્રો ઇલેક્ટ્રો મિકેનિકલ સિસ્ટમ (MEMS) આધારિત ઉપકરણ ઇન્સ્ટ્રુમેન્ટ ફોર ધ લુનર સિસ્મિક એક્ટિવિટી (ILSA) પેલોડે ચંદ્રની સપાટી પર રોવર અને અન્ય પેલોડમાં કંપનો રેકોર્ડ કર્યા છે. ઉપકરણે તારીખ 26 ઓગસ્ટના રોજ આ ઘટના રેકોર્ડ કરી હતી, જે કુદરતી હોવાનું જણાય છે. જોકે ISROએ એમ પણ કહ્યું કે, ઘટનાના સ્ત્રોતની તપાસ કરવામાં આવી રહી છે. ISROનાં અનુસાર ILSAનો ઉદ્દેશ્ય કુદરતી ધરતીકંપ, તેની અસરો અને કૃત્રિમ ઘટનાઓને કારણે સપાટીના કંપનને માપવાનો છે.



ISROએ આ પહેલા ચંદ્રના દક્ષિણ ધ્રુવ ક્ષેત્ર પર પ્લાઝ્મા કણોની તપાસ અંગે માહિતી આપી હતી. ત્યારબાદ સ્પેસ એજન્સીએ જણાવ્યું હતું કે, વિક્રમ લેન્ડર પર એક અન્ય ઉપકરણ રેડિયો એનાટોમી ઓફ મૂન બાઉન્ડ હાઇપર સેન્સિટિવ આયોનોસ્ફિયર અને એટમોસ્ફિયર પણ હાજર છે, જેણે ચંદ્રના દક્ષિણી ક્ષેત્રની સપાટી પર પ્લાઝ્મા કણોની તપાસ કરી હતી. એકત્રિત કરવામાં આવેલ પ્રારંભિક ડેટા દર્શાવે છે કે ચંદ્રની સપાટી પર પ્લાઝ્માનું પ્રમાણ અપેક્ષા કરતા ઓછું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application