Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષની ઉજવણીનાં ભાગરૂપે તા.૨૩મી જુલાઈએ ફુટ સેફ્ટી એન્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા આયોજીત 'ઈટ રાઈટ મિલેટ્સ મેળા’ને કેન્દ્રીય આરોગ્યમંત્રી ખુલ્લો મુકશે

  • July 15, 2023 

ભારતની પરંપરાગત ખેત પેદાશો મિલે્ટસ એટલે શ્રી અન્ન. નાગરિકો મિલે્ટસનો દૈનિક ખોરાકમાં મહત્તમ ઉપયોગ કરતા થાય તે માટે વડાપ્રધાનશ્રીએ કરેલી હિમાયતના પરિણામે સંયુક્ત રાષ્ટ્રએ ૨૦૨૩ના વર્ષને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. જેથી દેશભરમાં મિલે્ટસની જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે. જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં મિલેટ્સ મેળા વિશેની માહિતી આપતા FSSAIનાં પશ્વિમ વિભાગના પ્રાદેશિક નિયામક પ્રિતી ચૌધરીએ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI), પશ્ચિમ ક્ષેત્ર દ્વારા આગામી તા.૨૩મી જુલાઈએ વીર નર્મદ દ.ગુ.યુનિવર્સિટીના એમ્પિથીયેટર ખાતે વોકેથોન અને 'ઈટ રાઈટ મિલેટ્સ મેળા'નું આયોજન કરવામાં આવ્યું છે.



જેનું ઉદ્દધાટન કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયાના હસ્તે કરવામાં આવશે. નાગરિકોના સુદઢ સ્વાસ્થ્ય માટે મિલે્ટસનો વધુને વધુ ખોરાકમાં ઉપયોગ થાય તે જરૂરી છે. જેનાથી કુપોષણની સમસ્યામાંથી મુકિત તથા એનિમિયાની સમસ્યાનું સમાધાન મેળવી શકાય છે. સંયુક્ત રાષ્ટ્રના વિવિધ સૂચકાંક સ્વાસ્થ્ય અનુસાર ભારતમાં ૫૦ ટકાથી વધારે તથા ગુજરાતમાં ૫૩ ટકા એનિમિયાના લક્ષણો જોવા મળે છે જે સમસ્યાની નાબુદી માટે મિલેટ્સ ઉત્તમ ખોરાક છે. ફુડ ઓથોરિટી દ્વારા બાજરી, જુવાર, નાગલી, રાજગરો, કાગ, સાંવા જેવા ૧૫ પ્રકારના મિલે્ટસને પ્રમાણિત કરવામાં આવ્યા છે. આજનું યુવાધન જયારે જંકફુડ તરફ જઈ રહ્યું છે ત્યારે આપણી પ્રાચીન પરંપરાસમા મિલેટ્સનો ઉપયોગ દૈનિક આહારમાં કરવામાં આવે તે માટે સરકાર અથાગ પ્રયાસો કરી રહી છે. મિલે્ટસને એક ફેશન સ્ટેટસ તરીકે પ્રમોટ કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.



મિલેટ્સમાં ફાઈબરરિચનું પ્રમાણ વધુ હોય છે. સાથે આર્યન, પ્રોટિન સાથે અન્ય માઈક્રો ન્યુટ્રીશન પણ હોવાથી તેને દૈનિક દિનચર્યામાં સમાવેશ કરવાનો અનુરોધ કર્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું કે, તા.૨૩ જુલાઈએ સવારે વોકથૉન દોડ, ૧૧.૦૦ વાગે મિલેટ્સ આધારિત ફૂડ સ્ટોલ અને બાજરી આધારિત સ્પર્ધાઓ જેમ કે, પોસ્ટર મેકિંગ, સ્લોગન લેખન, આધારિત રેસીપી, રંગોળી બનાવવી, સ્વસ્થ સાપ અને સીડીનો સમાવેશ થશે. સાંજે ૪.૦૦ વાગે સાંસ્કૃતિક કાર્યક્રમ, ઈનામ વિતરણ તથા સમાપન સમારોહ યોજાશે. આ કાર્યક્રમમાં ગૃહરાજયમંત્રી, સાંસદ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે. જિલ્લા કલેક્ટર આયુષ ઓકે જણાવ્યું કે, શહેરીજનો દૈનિક મિલેટ્સનો વધુમાં વધુ ઉપયોગ કરતા થાય તે માટે શાળા-કોલેજો, સરકારી-અર્ધકારી સંસ્થાઓના કેન્ટીનોમાં અઠવાડિયામાં એકવાર પોતાના મેનુમાં મિલેટ્સની વાનગીઓને સ્થાન આપે તે માટે સેમિનારો-મીટીંગો યોજવામાં આવશે. આ ઉપરાંત શહેરની હોટેલ-રેસ્ટોરન્ટ એસોસિયેશનો સાથે પણ મીટીંગ કરીને મિલેટ્સને પોતાના મેનુમાં સ્થાન આપે તે માટેના પ્રયાસો કરવામાં આવનાર હોવાની વિગતો તેમણે આપી હતી. આ અવસરે દ.ગુ.યુનિ.ના વાઈસ ચાન્સેલરશ્રી કે.એન.ચાવડાએ કોલેજોના વિદ્યાર્થીઓને મિલેટસ પ્રત્યે જાગૃતિ આવે તે માટે યુનિ. દ્વારા પ્રયાસો કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application