દક્ષિણ ગુજરાતના ખેડૂતોની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના ઉપરવાસમાં સામાન્ય વરસાદ પડતા ગતરોજ કરતા આજે ગુરુવારે બપોરે ૧૨ કલાકે ઉકાઈ ડેમમાં જળરાશી ની આવકમાં વધારો થતાં ૪૬,૫૨૭ નોંધાઈ છે જ્યારે ડેમની જળ સપાટી ૩૪૨.૦૪ ફૂટ નોંધાઇ છે આજની સ્થિતિ મુજબ ઉકાઈ ડેમ હવે માત્ર ત્રણ ફૂટ જેટલો ખાલી છે.
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વિદાય લેતા ચોમાસામાં ભાદરવે મેઘરાજા અપાર હેત વરસાવી રહ્યા છે અને ઉકાઇ ડેમના કેચમેન્ટ એરિયા તેમજ ઉપરવાસમાં વરસાદ પડતા ડેમમાં સતત નવા પાણીની આવક થઈ રહી છે ગત રોજ કરતાં આજે ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાયો છે.
ઉકાઈ ડેમના સૂત્રોએ જણાવ્યા મુજબ આજે ગુરુવારે બપોરે ૧૨ કલાકે ઉકાઈ ડેમમાં પાણીની આવક ૪૬,૫૨૭ ક્યુસેક થઈ રહી છે અને ડેમની જળ સપાટી ૩૪૨.૦૪ ફૂટ ઉપર પહોચી ગઈ છે સપ્ટેમ્બર માસની આખર સુધીમાં ઉકાઈ ડેમ ને પૂર્ણ ક્ષમતા મુજબ ૩૪૫ ફૂટ ભરી દેવા માટે ડેમમાંથી પાણી છોડવાનું બંધ કરી દેવામાં આવ્યું છે અને હાલમાં માત્ર ૧૧,૬૦૪ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેથી ડેમની જળ સપાટીમાં ધીરે ધીરે વધારો નોંધાઈ રહ્યો છે.
ઉકાઈ ડેમ નું રૂલ લેવલ ૩૪૫ ફૂટ છે અને તેની ભયજનક સપાટી ૩૪૫ ફૂટ છે તેથી ડેમને ભરી દેવાના પ્રયાસ રૂપે ડેમમાંથી પાણી છોડવાનું બંધ કરી દેવાતા આજે બપોરે ડેમ માત્ર ત્રણ ફૂટ ખાલી છે દરરોજ ડેમના જળસ્તરમાં અડધા ફૂટનો વધારો થઈ રહ્યો છે તેથી નજીકના દિવસોમાં ઉકાઈ ડેમ પૂર્ણ ક્ષમતા મુજબ ૩૪૫ ફૂટ સુધી ભરાઈ જાય તેવી શક્યતા છે પાછોતરા વરસાદે તંત્રની ચિંતામા ઘણો ઘટાડો કરી લીધો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500