Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાહન અને ઘરફોડ ચોરીની ઘટનાઓને અંજામ આપતી ગેંગને ઉધના પોલીસે ઝડપી પાડી

  • October 29, 2023 

સુરત સહિત જિલ્લામાંથી મોટરસાયકલ અને ફોર વ્હીલ ઇકો કારની ચોરી કરી ઘરફોડ ચોરીની ઘટનાઓને અંજામ આપતી કુખ્યાત ચિકલીગર ગેંગને ઉધના પોલીસે ઝડપી પાડી છે. સુરત શહેર અને જિલ્લા પોલીસ ચોપડે નોંધાયેલા કુલ 18 જેટલા ગુનાઓના ભેદ ઉકેલી કાઢ્યા છે. આ ગેંગ પાસેથી ઉધના પોલીસે ચોરીની ઇકો કાર, છોટા હાથી ટેમ્પો, મોટર સાયકલ, ઓટોરિક્ષા સહિત રૂપિયા 8.30 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ગેંગના ચાર પૈકીનો એક આરોપી શહેર પોલીસ ચોપડે દસ અલગ અલગ ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે. સુરત શહેરમાં બનતી ચોરીની ઘટનાઓમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા પેટ્રોલિંગમાં રહેલી ઉધના પોલીસે સુરતની કુખ્યાત ચીકલીગર ગેંગને ઉધના બીઆરસી ખાતે આવેલા સતનામ નગર ચાર રસ્તા પાસેથી ચોરીની ફોર વ્હીલ ઇકો કાર સાથે ઝડપી પાડી છે.



આ ગેંગના ચાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી અન્ય બે શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે. ઉધના પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓ કીર્તનસિંહ ભાદા, પંચમસિંહ ગુલાબસિંહ ભાદા, દિપસિંગ ઉર્ફે દીપુ ગુજરાત સિંગ કલાની સહિત રાણા સિંહ અવતારસિંહ અંધરેલીની ધરપકડ કરી ઊંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. આરોપીઓની અંગઝડતી લેતા એક ફોર વ્હીલ કાર, ઓટોરિક્ષા, મોટરસાયકલ, ટેમ્પો સહિત 8.30 લાખની માતાનો મુદ્દા માલ કબ્જે કરવામાં આવ્યો હતો. ઉધના પોલીસની તપાસમાં આરોપીઓએ ઉધના, સરથાણા, સચિન જીઆઇડીસી, પલસાણા, ભરૂચ, સહિત અલગ અલગ પોલીસ મથકોમાં નોંધાયેલા કુલ 18 જેટલા ઘરફોડ ચોરીના ગુનાના ભેદ ઉકેલાઈ ગયા હતા.



ગેંગના અન્ય બે સાગરીતો કાલીયાસિંગ ધનસિંહ બાવરી અને હરજીતસિંહ ચીકલીગરના નામો બહાર આવતા બંનેને વોન્ટેડ જાહેર કરાયા હતા. પોલીસે આરોપીઓની મોડસ ઓપરેન્ડી અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આરોપીઓ પ્રથમ કોઈ ટુ વ્હીલર અથવા કારની ચોરી કરતા હતા. કોઈપણ અવાવરું જગ્યાએ બિનવારસી મૂકીને સંતાડી દેતા હતા. વાહનોનો બીજી જગ્યાએ ઘરફોડ ચોરી કરવા ઉપયોગમાં લેતા હતા. રાત્રે અંધારાનો લાભ લઇને આ ગેંગના સાગરીતો મકાન અથવા દુકાનના દરવાજા અને શટર તોડી ઘરફોડ ચોરીની ઘટનાઓને અંજામ આપતા હતા. પોલીસ તપાસમાં ઝડપાયેલા આરોપી રાણાસિંહ અગાઉ ચોક બજાર અને સિંગણપોર પોલીસ મથકમાં નોંધાયેલા બે અલગ અલગ ગુનામાં ઝડપાઈ ચુક્યો છે. જ્યારે આરોપી દિપસિંગ ઉર્ફે દીપુની ઉધના, પુણા, વરાછા, સારોલી, ડીંડોલી અને પાંડેસરા સહિત ખટોદરા પોલીસ મથકમાં નોંધાયેલા કુલ 10 જેટલા ગુનામાં અગાઉ ધરપકડ થઈ ચૂકી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application