પ્રયાગરાજ અને રાજ્યના અન્ય ભાગોમાં બુલડોઝર ચલાવવાની કાર્યવાહી પર ઉત્તર પ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું હતું. યુપી સરકારે કહ્યું કે, બુલડોઝરની કાર્યવાહીને પયગંબર મોહમ્મદ પર સસ્પેન્ડ કરાયેલા ભાજપના પ્રવક્તા દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ ફાટી નીકળેલા રમખાણો સાથે કોઈ લેવાદેવા નથી.
સરકારે જણાવ્યું કે, ગેરકાયદેસર સંપત્તિને તોડી પાડવાની કાર્યવાહી નાગરિક સંસ્થાઓના નિયમો પ્રમાણે કરવામાં આવી રહી છે આટલું જ નહીં રાજ્ય સરકારે અદાલત સમક્ષ માંગ કરી હતી કે, જમિયત ઉલેમા-એ-હિંદની અરજીને પેનલ્ટી સાથે ફગાવી દેવી જોઈએ. આટલું જ નહીં યોગી સરકારે જમિયતની અરજીને લઈને કહ્યું કે, તેમણે કેટલાક મીડિયા રિપોર્ટસના આધાર પર આ અરજી કરી છે.
સરકારે જણાવ્યું કે, તેમના તરફથી લગાવવામાં આવેલા તમામ આરોપો ખોટા છે. એટલા માટે તેમની અરજી ફગાવી દેવી જોઈએ. સરકારે સ્પષ્ટ કહ્યું કે, યુપીમાં જે સંપત્તિઓ પર બુલડોઝર ચલાવવામાં આવ્યું તે ગેરકાયદેસર હતી. તોફાનોમાં સામેલ થયા બાદ જ લોકો પર એક્શન નથી લેવામાં આવ્યું. તોફાન કરનારા લોકો પર અલગ કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500