Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લા એલસીબીએ દારૂના ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડ્યો

  • August 24, 2021 

 દારૂના ગુનામાં ઉચ્છલ પોલીસ ચોપડે વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં જીલ્લા એલસીબી ટીમને સફળતા મળી છે.

 

 

 

 

મળતી માહિતી અનુસાર તાપી જીલ્લા એલસીબી શાખામાં ફરજ બજાવતા હેડકોન્સ્ટેબલ લેબજીભાઇ પરબતભાઇને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે ઉચ્છલ પોલીસ મથકે નોંધાયેલ દારૂના ગુનામાં સંડોવાયેલ અને નાસતો ફરતો વોન્ટેડ આરોપી દિનેશભાઈ ગોવિંદભાઈ ચૌધરી રહે, શાંતિનગર હેક્સ ઓટોની પાછળ,કોલેજ રોડ તા.નવાપુર જી.નંદુરબાર-મહારાષ્ટ્ર નાને સોમવારે પકડી પાડી આરોપી વિરુદ્ધ સીઆરપીસી કલમ-૪૧(૧) આઈ મુજબની કાર્યવાહી કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીને ઝડપી પાડવા સારું હેડકોન્સ્ટેબલ ચેતનભાઈ ગજાભાઈ,લેબજીભાઈ પરબતજી,બિપીનભાઈ રમેશભાઈ,તથા પોલીસ કોન્સ્ટેબલ બ્રિજરાજસિંહ નાઓ દ્વારા કામગીરી કરવામાં આવી હતી. આમ નાસતો ફરતો વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં એલસીબી પોલીસ સ્ટાફના માણસોને સફળતા મળી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application