૧૫ ઓગસ્ટ ૨૦૨૧ના રોજ અફઘાનિસ્તાનમાં તાલિબાને સત્તા સંભાળ્યાને ૨ વર્ષ જેટલો સમય થવા આવ્યો છે. તાલિબાને પૂર્વ શાસન દરમિયાન મહિલાઓ પર પાબંધી મુકીને જે રીતે પરેશાન કરવામાં આવતી હતી એવું જ વલણ ચાલું રાખ્યું છે. મહિલાઓ માટે એક પછી એક પ્રતિબંધો ધર્મ અને ધાર્મિક માન્યતાના નિયમના આધારે લાદવામાં આવ્યા છે. મહિલાઓ શિક્ષણથી વંચિત રહી છે.ડ્રાઇવિંગ લાયસન્સ મેળવી શકતી નથી. બુરખામાં કેદ રહેવું પડે છે, નોકરીઓ પણ કરી શકતી નથી. તાલીબાને આનાથી પણ આગળ વધીને મહિલાઓને બ્યૂટી સલૂન જવા પર પ્રતિબંધ મુકયો છે. તાજેતરમાં તાલિબાને આ અંગે એક મૌખિક આદેશ કર્યો છે. તાલિબાન શાસને કાબુલમાં બ્યૂટી પાર્લરના લાયસન્સ રદ કરવા નગરપાલિકાનું ફરમાન કર્યુ છે.
ગાઉ તાલિબાને છોકરીઓ અને મહિલાઓને જાહેર પાર્ક, સિનેમા અને મનોરંજનના સ્થળોએ જવાની પણ મનાઇ ફરમાવેલી છે.
આ અંગેની માહિતી કાબુલથી પ્રસારિત થતા અફઘાની સમાચાર ચેનલ ટોલો ન્યૂઝમાં તાલિબાન સરકારમાં ધાર્મિક બાબતોના મંત્રાલયના પ્રવકતા મોહમ્મદ આકિફ મહાઝરે આપી હતી.કાબુલ બાદ અન્ય શહેરોમાં પણ આદેશનું પાલન કરવામાં આવે તેવી શકયતા છે.તાલિબાનના તઘલખી ફરમાનથી બ્યૂટી પાલર્સ અને મેક અપ આર્ટિસ્ટ તરીકે કામ કરતી મહિલાઓમાં ગુસ્સો અને નિરાશા જોવા મળે છે.ટોલો ન્યૂઝ સાથે વાત કરતા વ્યથા ઠાલવી હતી કે પોતાના પરીવારના પુરુષો બેરોજગાર હોવાથી બ્યૂટી સલૂનમાં રોજગારી મેળવીને આજીવિકા રળીએ છીએ.બ્યૂટી સલૂન બંધ થવાથી રડવાનો વારો આવશે. બ્યૂટી પાલર્સમાં મેક અપ આર્ટિસ્ટનું કામ મજબૂરીથી કરવું પડે છે તે પણ જો છીનવી લેવામાં આવશે તો પરીવાર ભૂખે મરશે. અગાઉ તાલિબાને છોકરીઓ અને મહિલાઓને જાહેર પાર્ક, સિનેમા અને મનોરંજનના સ્થળોએ જવાની પણ મનાઇ ફરમાવેલી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500