એક સજ્જન વ્યક્તિ દ્વારા તાપી 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર કોલ આવેલ અને જણાવેલ કે, એક વૃદ્ધ માજી તેમની સોસાયટીમાં સવારથી ફરે છે જોકે આ માજી દશેરાનાં મેળામાં આવ્યા હશે અને પરિવારથી વિખુટા પડી ગયા હોય એવું જણાય છે.
જોકે હાલ આ વૃદ્ધ માજી વ્યારા નગરનાં કાલી માંના મંદિરે બેસાડ્યા છે તો તેમની માટે મદદની જરૂર છે જેથી તાત્કાલિક તાપી 181 ટીમ જણાવેલ સરનામે પહોંચી વૃદ્ધ માજીને મળી કાઉસીલિંગ કરી તેમનું સરનામું અને નામ જાણવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ માજી કઈ જણાવતા ના હતા જોકે ત્યાં ભેગા થયેલ લોકો માંથી એક માણસે તેમને જોયા હોવાનું જણાવતા ગામના સરપંચનો સંપર્ક કરી માજીનો ફોટો મોકલ્યો હતો.
જેથી સરપંચએ આ વૃદ્ધ માજી તેમના ગામનાં હોવાનું ખરાઈ કરી તેમનું સરનામું મેળવેલ અને માજીના સરનામે તેમનું ઘર શોધી તેમના દીકરાને મળી કાઉસીલિંગ કરી હકીકત જાણી તો તેમને જણાવેલ કે તેમને માનસિક બીમારી છે તેઓ ગરીબ પરિવાર છે ભાઈ મજૂરી કરવા જય છે અને ગુજરાન ચલાવે છે ઘરે પરિવારમાં બીજું કોઈ નથી જેથી મજૂરી કરવા જાય છે એ સમય દરમિયાન તેમના મમ્મી નીકળીને વારંવાર ચાલ્યા જય છે એમ જણાવેલ જેથી તેમને યોગ્ય સસરકારી હોસ્પિટલમાં સારવાર કરાવવા જણાવી દીકરાને સોંપેલ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500