Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુપ્રીમ કોર્ટે ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની વચગાળાની જામીન અરજી ફગાવી

  • May 23, 2024 

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનનેવધુ એક મોટો ઝટકો મળ્યો છે,સુપ્રીમ કોર્ટે બુધવારે ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની વચગાળાની જામીન અરજી ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અમે તમારી અરજી મંજૂર નહીં કરીએ. સુપ્રીમ કોર્ટે સોરેનના વકીલ કપિલ સિબ્બલને અરજી પાછી ખેંચી લેવા જણાવ્યું હતું. કોર્ટના આદેશ બાદ સિબ્બલે અરજી પાછી ખેંચી લીધી હતી. નોંધનિય છે કે, જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સોરેનરાંચીની જેલમાં બંધ છે. કેસની સુનાવણી દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ દલીલ કરી હતી કે, જો હેમંત સોરેનને ચૂંટણી પ્રચાર માટે વચગાળાના જામીન આપવામાં આવે છે તો જેલમાં બંધ તમામ નેતાઓ જામીનની માંગ કરશે.


ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેને અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપવાના સુપ્રીમ કોર્ટના આદેશને ટાંક્યો હતો. તેમણે પોતાના માટે પણ આવી જ રાહતની વિનંતી કરી હતી. સોરેન સામેની તપાસ રાંચીમાં 8.86 એકર જમીનને લગતી છે જે તેણે ગેરકાયદેસર રીતે હસ્તગત કરી હોવાનો આરોપ લગાવ્યો હતો. અગાઉ મંગળવારે પણ તેમની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. જસ્ટિસ દીપાંકરદત્તા અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માની વેકેશન બેન્ચે કેસની વધુ સુનાવણી માટે બુધવારની તારીખ નક્કી કરી હતી.


સુપ્રીમ કોર્ટે ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંતસોરેનને પૂછ્યું હતું કેમ ટ્રાયલ કોર્ટે કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તેમની સામે ઈડીની ફરિયાદને ધ્યાનમાં લીધા પછી બંધારણીય અદાલત તેમની ધરપકડનીકાયદેસરતાની તપાસ કરી શકે છે. ખંડપીઠેસોરેનના વકીલને પહેલા સમજાવવા કહ્યું કે, તેમની નિયમિત જામીન માટેની અરજી ફગાવી દેવામાં આવ્યા પછી તેમને લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરવા માટે વચગાળાના જામીન કેવી રીતે આપી શકાય ? સોરેનના વકીલોએ કોર્ટના સવાલોના જવાબ આપવા માટે બુધવાર સુધીનો સમય માંગ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application