શ્રીલંકાની સરકારે સોમવારથી એક અઠવાડિયા માટે સરકારી ઓફિસોને બંધ કરવાની જાહેરાત કરી છે, કેમ કે આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા દ્વિપીય દેશમાં ઈંધણ સંકટ વધુ ઘેરાતુ જઈ રહ્યુ છે. શ્રીલંકાના શિક્ષણ મંત્રાલયે કોલંબો શહેરના તમામ સરકારી અને સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત ખાનગી સ્કુલોના શિક્ષકોને કહ્યુ છે કે, તેઓ આગામી સપ્તાહથી ઓનલાઈન ક્લાસનુ આયોજન કરે. દેશમાં હાજર ઈંધણનો પુરવઠો ઝડપથી ઓછો થવાના કારણે શ્રીલંકા પર પોતાની આયાત માટે વિદેશી ચલણમાં ચૂકવણી કરવાનુ દબાણ છે, જેના કારણે દેશની અર્થવ્યવસ્થા રોકાઈ ગઈ છે.
જાહેર વહીવટ અને આંતરિક બાબતોના મંત્રાલય દ્વારા શુક્રવારે જારી સર્કુલરના અનુસાર ઈંધણ પુરવઠાના પ્રતિબંધો, ખરાબ સાર્વજનિક પરિવહન પ્રણાલી અને ખાનગી વાહનોના ઉપયોગમાં આવનારી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખતા આ સર્કુલર સોમવારથી ઓછા કર્મચારીઓની સાથે કામ કરવાની અનુમતિ આપે છે. સર્કુલર અનુસાર આરોગ્ય ક્ષેત્રમાં કામ કરતા તમામ કર્મચારી ફરજ પર હાજર જશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500