રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)માં વિભાજન કરીને અજિત પવાર 40 NCP વિધાનસભ્ય અને 6 NCP MLCના સમર્થન સાથે નાયબ મુખ્ય પ્રધાન તરીકે એકનાથ શિંદેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકારમાં જોડાયા બાદ નવા અધ્યાયની શરૂઆત થઈ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર પટનામાં વિપક્ષની બેઠકમાં એનસીપી પ્રમુખ શરદ પવાર અને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુળેની હાજરીએ અજિત પવાર અને તેમના સમર્થકોને નારાજ કર્યા હતા, પણ સૌથી મોટી વાત એ છે કે શિંદે કેમ્પમાં સૌથી પહેલી વખત મહિલા પ્રધાનનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે સૌને સવાલ થાય કે આ મોટું માથું કોણ છે? અદિતિ સુનીલ તટકરે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા છે, જે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની MVA સરકાર 2019 – 2022 દરમિયાન મહારાષ્ટ્રના રાજ્યમાં પ્રધાન હતાં. તે રોહાના છે અને 24 ઓક્ટોબર 2019ના રોજ શ્રીવર્ધનથી મહારાષ્ટ્ર વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતાં. તેમણે 26 નવેમ્બર 2019 ના રોજ વિધાનસભ્ય તરીકે શપથ લીધા હતા.અદિતિ સુનીલ તટકરે 2017 – 2019 સુધી રાયગઢ જિલ્લા પરિષદના પ્રમુખ હતા. 30 ડિસેમ્બર, 2019 – 29 જૂન 2022ના રોજ તે મહારાષ્ટ્ર રાજ્ય સરકારમાં પ્રધાન રહ્યા હતા.
અદિતિએ પર્યટન, માહિતી અને જનસંપર્ક, કાયદો અને ન્યાયતંત્ર સહિતના અનેક વિભાગો સંભાળ્યા છે.તેણીએ અગાઉની કોંગ્રેસ-એનસીપી ડેમોક્રેટિક ફ્રન્ટ સરકારમાં પ્રધાન તરીકે સેવા આપી હતી, જેમણે ખાદ્ય અને નાગરિક પુરવઠા, જળ સંસાધન, ઉર્જા અને નાણાં જેવા પોર્ટફોલિયો સંભાળ્યા હતા. શિંદે સરકારની કેબિનેટમાં અદિતિને મહિલા અને બાળ કલ્યાણનું ખાતું ફાળવ્યું છે.મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષે દાવો કર્યો કે NCPના 40 વિધાનસભ્યએ (કુલ 53માંથી) રાજ્ય સરકારને સમર્થન આપ્યું હતું. 288 સભ્યોની રાજ્ય વિધાનસભાની ચૂંટણી આવતા વર્ષે થવાની છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500