રશિયા-યુક્રેન યુદ્ધને પાંચ મહિના જેટલો સમય થવા આવ્યો છે, બંનેમાંથી એક પણ દેશો ઝૂકવા તૈયાર નથી. રશિયન સૈન્ય પર સતત યુક્રેનિયન નાગરિક લક્ષ્યો પર ગોળીબાર કરવાનો આરોપ મૂકવામાં આવે છે. શુક્રવારે તેણે માયકોલિવ શહેર પર અનેક મિસાઈલોથી હુમલો કર્યો.આ હુમલામાં બે યુનિવર્સિટીઓ પર 10 મિસાઈલ છોડવામાં આવી હતી, જેના કારણે યુનિવર્સિટી વિસ્તારમાં ઘણો વિનાશ થયો હતો.
બાલીમાં, G20 ના નેતાઓએ પણ યુક્રેનમાં નાગરિક લક્ષ્યો પરના હુમલાનો મુદ્દો ઉઠાવ્યો અને તેમની નિંદા કરી
પશ્ચિમી સૈન્ય અધિકારીઓએ શુક્રવારે રશિયન સૈન્ય પર યુદ્ધ અપરાધોનો આરોપ લગાવ્યો હતો. યુક્રેનિયન સેના સતત નાગરિક લક્ષ્યો પર હુમલો કરી રહી છે, જેના કારણે ભયાનક જાનહાનિ થઈ રહી છે. શુક્રવારે રશિયાએ માયકોલિવની બે સૌથી મોટી યુનિવર્સિટીઓ નેશનલ શિપબિલ્ડિંગ યુનિવર્સિટી અને માયકોલિવ નેશનલ યુનિવર્સિટીને ઉડાવી દીધી હતી, તેમના પર 10 મિસાઇલો છોડવામાં આવી હતી. પ્રદેશના વડા વિટાલી કિમે યુનિવર્સિટીમાં થયેલા વિસ્ફોટનો વીડિયો પણ વાયરલ કર્યો છે. આજે આતંકવાદી રશિયાએ બે શિક્ષણ મંદિરોનો નાશ કર્યો. હુમલામાં મૃતકો અને ઘાયલોની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500