ભારતીય રિઝર્વ બેંકએ દેશની ત્રણ બેંકો સિટી બેંક, બેંક ઓફ બરોડા અને ઈન્ડિયન ઓવરસીઝ બેંકને કુલ રૂપિયા 10.34 કરોડનો દંડ ફટકાર્યો છે. રિઝર્વ બેંકે એક નિવેદનમાં કહ્યું કે, નાણાંકીય સેવાઓની આઉટસોર્સિગ સહિતની બાબતોના નિયમોનું ઉલ્લંઘન ન કરવા બદલ સિટી બેંક એનએને સૌથી વધુ પાંચ કરોડ રૂપિયાનો દંડ ફટકારાયો છે.
દેશની સૌથી મોટી બેંક ભારતીય રિઝર્વ બેંક એક અન્ય નિવેદનમાં જણાવ્યું કે, જાહેર ક્ષેત્રની બેંક ઓફ બરોડાને 4.34 કરોડનો દંડ ફટકારાયો છે, જેમાં બેંકે લૉર્જ કૉમન એક્સપોઝરના સેન્ટ્રલ રિપોઝીટરીના નિર્માણને લગતા કેટલાક નિદમોનું પાલન ન કરવા RBIએ આ કાર્યવાહી કરી છે. ચેન્નાઈ સ્થિત જાહેર ક્ષેત્રની ધિરાણકર્તા ઈન્ડિયન ઓવરસીઝ બેંકે લોન તેમજ એડવાન્સ સંબંધિત નિર્દેશોનું ઉલ્લંધન કર્યું, જેના કારણે RBIએ તેને એક કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. રિઝર્વ બેંકે કહ્યું કે, આ ત્રણેય બેંકોને નિયમનકારી પાલનમાં ખામીઓને કારણે દંડ ફટકારાયો છે અને તેનો હેતુ બેંકો દ્વારા તેમના ગ્રાહકો સાથે કરાયેલ કોઈપણ વ્યવહાર અથવા કરારની માન્યતા પર સવાલો ઉઠાવવાનો નથી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500