નવસારી જિલ્લામાં કોરોનાના કેસો ઘટતા હવે મોટા ભાગના બજારો ખુલી ગયા છે. તેમાં વર્ષોથી નવસારી નગરજનોની માનીતી રવિવારીય બજાર પણ હવે રેગ્યુલર રવિવારે રીંગ રોડ ભેંસતખાડા વિસ્તારમાં ભરાય છે. નવસારીમાં સસ્તું અને સારું વસ્તુ મેળવવી હોય તે માટે નવસારીમાં રવિવારીય બજારનું નામ આગળ પડતું આવે છે અને એક જ જગ્યાએથી ઘર વપરાશની ચીજ વસ્તુઓ ઓછા ભાવે મળતી હોય શહેરના લોકોમાં આકર્ષણ હતું પણ સ્થળ વિવાદો બાદ છેલ્લે નવસારીના ભેંસતખાડા રીંગરોડ ખાતે ટાટા હાઇસ્કુલ પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં ભરાય છે. હવે દિવાળીમાં પણ સતત રવિવાર સુધી એટલે કે તા.25 ઓક્ટોબરથી તા.4 નવેમ્બર સુધી સળંગ હાટ બજાર ભરાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application