વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂક મામલે પંજાબના ચીફ સેક્રેટરીએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને જવાબ મોકલ્યો છે. તેમણે પોતાના જવાબમાં જણાવ્યુ છે કે કઈ ઘટનાઓ થઈ જેના કારણે વડાપ્રધાન મોદીની સુરક્ષામાં ચૂક થઈ.
સુરક્ષામાં ચૂક પર પંજાબ સરકારનો રિપોર્ટ
પંજાબના ફિરોઝપુરમાં વડાપ્રધાન મોદીની સુરક્ષામાં ચૂક પર રિપોર્ટ રાજ્યના ટોપ પોલીસ અધિકારીઓ સાથે વાત કર્યા બાદ તૈયાર કરવામાં આવ્યો છે.
શુ સુનિયોજિત હતી વડાપ્રધાનની સુરક્ષામાં ચૂક
પંજાબના ચીફ સેક્રેટરીએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પોતાના જવાબમાં જણાવ્યુ કે, સમગ્ર પંજાબમાં થઈ રહેલા પ્રદર્શનોને જોતા ફોર્સ લગાવાઈ હતો. આ મામલે તપાસ માટે બે સદસ્યીય ટીમની રચના કરવામાં આવી છે, જોકે ભાજપે વડાપ્રધાન મોદીની સુરક્ષામાં ચૂકને સુનિયોજિત ગણાવી છે.
પોલીસ અધિકારીઓ વિરૂદ્ધ થઈ શકે છે કાર્યવાહી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂક માટે કેન્દ્ર પંજાબ પોલીસના અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી પર વિચાર કરી રહ્યુ છે.
સૂત્રો અનુસાર કેન્દ્ર સરકાર પંજાબના અધિકારીઓ વિરૂદ્ધ એસપીજી એક્ટની કલમ 14 હેઠળ કાર્યવાહી કરવા પર માહિતી લઈ રહ્યા છે. એસપીજી એક્ટની કલમ 14 પીએમની સુરક્ષા માટે રાજ્યોની જવાબદારી સાથે સંબંધિત છે.
ઉલ્લેખનીય છે કે, તા.5 જાન્યુઆરીએ પંજાબના ફિરોઝપુરમાં વડાપ્રધાન મોદીનો એક કાર્યક્રમ હતો અને ભટિંડા એરપોર્ટ જતા સમયે ફિરોઝપુરમાં વડાપ્રધાનનો કાફલો 15-20 મિનિટ સુધી એક ફ્લાયઓવર પર ફસાઈ રહ્યો હતો. આ દરમિયાન વડાપ્રધાનના કાફલાથી થોડા જ અંતરે પ્રદર્શન ચાલી રહ્યુ હતુ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500