વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી કલાઈમેટ એક્શન સમીટ COP 28ની બેઠકમાં ભાગ લેવા માટે દુબઈ ગયા છે. આ સમીટ દરમિયાન વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ 2028માં ભારતમાં UN ક્લાઈમેટ સમિટનું આયોજન કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ દરમિયાન તેમણે પર્યાવરણની સુરક્ષા માટે ભારત દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાઓનો ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારત હંમેશા અર્થતંત્ર અને પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવનાર દેશ રહ્યો છે.
આ સિવાય દુબઈમાં કોન્ફરન્સમાં વાતચીત દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કલાઈમેટ ચેન્જ સામે મજબૂત વૈશ્વિક સહયોગની જરૂર છે અને સાથે એ પણ સુનિશ્ચિત થવું જરૂરી છે કે ક્લાઈમેટ ચેન્જ સામેની આ લડાઈમાં ગ્લોબલ સાઉથના દેશોના હિતોની સાથે કોઈ છેડછાડ ન થાય. દુબઈની એક ન્યુઝ એજન્સી સાથે વાતચીત કરતા સમયે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ એમ પણ કહ્યું કે, ભારત એક માત્ર દેશ છે જેણે National Determined Contribution માટે તેમણે નિર્ધારિત કરેલા લક્ષ્યને પૂર્ણ કર્યું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ આગળ કહ્યું કે, કલાઈમેટ ચેન્જ એક વૈશ્વિક સમસ્યા છે અને તેના વિરુદ્ધ લડવા માટે આખી દુનિયાને એક થઈને કામ કરવું પડશે. ઉપરાંત આ પરિસ્થિતિ સામે લડવા આ પણ મહત્વનું છે કે, વિકાસશીલ દેશોને સમસ્યા સર્જતા દેશો તરીકે ન આંકવા. વિકાસશીલ દેશો પણ આ સમસ્યાના ઉકેલ માટે જરૂરી યોગદાન આપી રહ્યા છે, પરંતુ તેમને નાણાકીય અને તકનીકી મદદ આપ્યા વિના આ બનશે નહિ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500