Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતની નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટનું વડાપ્રધાન દ્વારા લોકોર્પણ કરાયું

  • October 08, 2021 

સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે રૂપિયા 1.60 કરોડના ખર્ચે  નિર્માણ પામેલો પી.એસ.એ ઓક્સિજન પ્લાન્ટ 4.68 મેટ્રિક ટનની ઉત્પાદન ક્ષમતા ધરાવે છે તથા સ્મીમેર હોસ્પિટલ ખાતે રૂપિયા 80 લાખના ખર્ચે 1..86 મેટ્રીક ટન ક્ષમતાના ઓક્સિજન પ્લાન્ટ છે. નવી સિવિલ ખાતે સેન્ટ્રલ મેડીકલ સ્ટાર બિલ્ડીંગના ઓડીટોરીયમ હોલમાં  વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિડીયો કોન્ફરન્સમાં મંત્રી, સાંસદ, ધારાસભ્યો, કલેકટર સહિતના અધિકારીઓ, સિવિલના સ્ટાફ સહિતના હાજર રહ્યા હતા. ત્યારબાદ આ બંને જગ્યાએ ઓક્સિજન પ્લાન્ટોનું  લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. શહેરી વિકાસ મંત્રી વિનોદ મોરડીયાએ કહ્યુ કે, કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા માટે સરકારી હોસ્પિટલમાં 261 પ્લાન્ટો સ્થાપવામા આવ્યા છે જે 204 મેટ્રીક ટન ઓક્સિજન ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. સિવિલના અધિક તબીબી અધિક્ષક ડો.ધારીત્રીબેન પરમારે કહ્યુ કે, ઓક્સિજન પ્લાન્ટના માધ્યમથી પ્રતિ મિનિટ 2000 લિટર ઓક્સિજન ઉત્પન્ન થાય છે જેથી ત્રીજી લહેરમાં સામનો કરવામાં મદદરૂપ થશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application