Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશની પ્રગતિ અને G20 જૂથની અધ્યક્ષતાની જવાબદારી મળવા પર ગર્વ વ્યક્ત કર્યો

  • December 25, 2022 

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘મન કી બાત’ કાર્યક્રમને સંબોધિત કર્યું હતું. આ મન કી બાત કાર્યક્રમનો 96મો એપિસોડ હતો. મન કી બાતની શરૂઆતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની પ્રગતિ વિશે વાત કરી અને G20 જૂથની અધ્યક્ષતાની જવાબદારી મળવા પર ગર્વ પણ વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાનએ કહ્યું કે, વર્ષ 2022માં દેશની જનતાની તાકાત, તેમનો સહકાર, તેમનો સંકલ્પ, તેમની સફળતાનો વિસ્તાર એટલો હતો કે 'મન કી બાત'માં દરેકને સામેલ કરવું મુશ્કેલ બન્યું હતું.



વર્ષ-2022 ખરેખર ઘણી રીતે ખૂબ જ પ્રેરણાદાયક રહ્યું છે, અદ્ભુત. આ વર્ષે ભારતે તેની આઝાદીનાં 75 વર્ષ પૂર્ણ કર્યા અને આ વર્ષે અમૃતકાલની શરૂઆત થઈ હતી. તેમણે કહ્યું હતું કે, 'વર્ષ 2022માં દેશે ઝડપ પકડી છે અને આ વર્ષે જુદી જુદી જગ્યાએ જનતાએ ઇતિહાસ રચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે, "ગુજરાતનો માધવપુર મેળો હોય કે જ્યાં રુક્મિણી વિવાહ હોય અને પૂર્વોત્તરમાં ભગવાન કૃષ્ણના સંબંધની ઉજવણી થાય કે કાશી-તમિલ સંગમમ, આ તહેવારોમાં એકતાના અનેક રંગો જોવા મળ્યા છે.



આ બધાની સાથે વર્ષ-2022 બીજા એક કારણ માટે હંમેશા યાદ રાખવામાં આવશે એટલે કે 'એક ભારત-શ્રેષ્ઠ ભારત'ની ભાવનાનું વિસ્તરણ આ વર્ષમાં ખુબ વધારે થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, વર્ષ 2022માં દેશવાસીઓએ વધુ એક ઈતિહાસ લખ્યો છે. ઓગસ્ટ મહિનામાં 'હર ઘર તિરંગા' અભિયાન કોણ ભૂલી શકે છે. તે ક્ષણ હતી જ્યારે દરેક દેશવાસી માટે એક મોટી પળ બની હતી. આઝાદીનાં 75 વર્ષના આ અભિયાનમાં આખો દેશ ત્રિરંગો બની ગયો હતો.




જોકે 6 કરોડથી વધુ લોકોએ તિરંગા સાથે સેલ્ફી મૂકી હતી. આઝાદીનો આ અમૃત મહોત્સવ આવતા વર્ષે પણ એ જ રીતે ચાલુ રહેશે  તેમજ તે અમૃત કાલના પાયાને વધુ મજબૂત કરશે. G20 પર વાત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ વર્ષે ભારતને G20 ગ્રુપની અધ્યક્ષતાની જવાબદારી પણ મળી છે. મેં છેલ્લી વખતે પણ આ વિશે વિગતવાર ચર્ચા કરી હતી. વર્ષ 2023માં આપણે G20નાં ઉત્સાહને નવી ઊંચાઈએ લઈ જઈને આ ઈવેન્ટને જન આંદોલન બનાવવું છે. વડાપ્રધાનએ કહ્યું, મારા પ્રિય દેશવાસીઓ, આજે સમગ્ર વિશ્વમાં નાતાલનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસ ઈસુ ખ્રિસ્તના જીવન અને ઉપદેશોને યાદ કરવાનો દિવસ છે. હું તમને બધાને ક્રિસમસની શુભેચ્છા પાઠવું છું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application