વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશની મહિલાઓને 'આત્મનિર્ભર' બનાવવા માટે ખુબ જ ચિંતિત અને પ્રયત્નશીલ છે, ત્યારે ગ્રામીણ મહિલાઓએ પણ ઉત્સાહ સાથે આ તકને ઝડપીને રોજગારી ક્ષેત્રે પ્રવૃત્ત થઇ, પગભર થવુ જોઈએ, તેમ ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલે આહવા ખાતે જણાવ્યુ હતુ.
ડાંગ સહીત સમસ્ત રાજ્યની અને દેશની મહિલાઓને 'આત્મનિર્ભર' બનાવી તેમનુ અને તેમના પરિવારનુ સશક્તિકરણ કરવાની દિશામા રાત-દિવસ કાર્યરત રહેતા વડાપ્રધાનએ મિશન મંગલમ યોજના હેઠળના ગ્રામ્ય વિસ્તારોના વિવિધ સખી મંડળો સાથે 'સંવાદ' સાધીને તેમને પ્રોત્સાહિત કરવા સાથે, સફળ અને પ્રવૃત્તિશીલ મહિલાઓમાંથી અન્ય મહિલાઓ પ્રેરણા મેળવે તે દિશામા પ્રયાસ હાથ ધર્યા છે, તેમ જણાવી ધારાસભ્યએ ડાંગ જિલ્લાના ૧૫ સખી સંઘોનેકોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ અંતર્ગત પ્રત્યેકને રૂપિયા સાત લાખ જેવી માતબર રકમ મળી કુલ રૂપિયા ૧૦૫ લાખ, અને ૧૪૪ સખી મંડળોને રૂપિયા ૨૧.૩૦ લાખ રીવોલ્વીંગ ફંડ મળી કુલ રૂપિયા ૧૨૬.૩૦ લાખના ચેકોનુ વિતરણ કર્યુ હતુ.
દરમિયાન જિલ્લા પંચાયતના પ્રમુખ મંગળભાઈ ગાવિતે રાજય અને કેન્દ્ર સરકારે મહિલાઓને તેઓ સ્વાભિમાન સાથે તેમનુ જીવન જીવી શકે તે માટે હાથ ધરેલા પ્રયાસોનો ખ્યાલ આપ્યો હતો. ગ્રામ્ય સખી મંડળોને પ્રવૃત્તિ સાથે 'આત્મનિર્ભર' બનવાનો પણ તેમણે આ વેળા અનુરોધ કર્યો હતો.
આહવાના ડાંગ દરબાર હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમમા આહવા તાલુકાના ૫૨ સખી મંડળોને રીવોલ્વીંગ ફંડ સાથે ૯ સખી સંઘોને કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ, વઘઇ તાલુકાના ૬૩ સખી મંડળોને રીવોલ્વીંગ ફંડ, અને ૫ સખી સંઘોને કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ, તથા સુબીર તાલુકાના ૨૯ સખી મંડળોને રીવોલ્વીંગ ફંડ સાથે ૧ સખી સંઘને કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડના ચેકો મહાનુભવોના હસ્તે એનાયત કરાયા હતા.
દીપ પ્રાગટ્ય સાથે શરૂ થયેલા કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોનુ શાબ્દિક સ્વાગત કરતા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ડી.એન.ચૌધરીએ કાર્યક્રમ આયોજનનો ઉદ્દેશ સ્પષ્ટ કર્યો હતો. જયારે કાર્યક્રમના અંતે આભારવિધિ મદદનીશ પ્રાયોજના અધિકારી સતીશ પટેલે આટોપી હતી. કાર્યક્રમના ભાગરૂપે વર્ચ્યૂઅલ રીતે ઉપસ્થિત રહેલા વડાપ્રધાનએ મહિલા સ્વ સહાય જૂથો સાથે સંવાદ સાધી, ઉપયોગી માર્ગદર્શન પૂરુ પાડ્યુ હતુ. આ વેળા ગ્રામીણ નારીઓએ તેમના પ્રતિભાવો પણ રજુ કર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationહવામાન વિભાગે આગામી ચાર દિવસ ગરમીને લઈને હિટવેવની આગાહી કરી
April 06, 2025