બ્રિટેનનાં મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું તારીખ 8 સપ્ટેમ્બરનાં રોજ અવસાન થયું હતું. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી અને વિદેશ મંત્રી એસ. જયશંકર 12 સપ્ટેમ્બરે બ્રિટિશ હાઈ કમિશનમાં જઇ રાણીને શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યા હતા. હવે ભારતનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ઈંગ્લેન્ડની રાણી એલિઝાબેથ દ્વિતીયના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે. રાષ્ટ્રપતિ તારીખ 17 થી 19 સપ્ટેમ્બર દરમિયાન લંડનમાં યોજાનારી રાણીના અંતિમ સંસ્કારમાં ભારત સરકાર વતી શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. ભારતે એક દિવસ માટે રાજકીય શોક પણ ઘોષિત કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application