અરબ સાગરમાં પ્રેમ સાગર બોટે જળ સમાધિ લીધી છે. બોટમાં પાણી ભરાઈ જતા દરિયામાં બોટ ડૂબી ગઈ. મધ દરિયે મુશ્કેલીમાં ફસાયેલા માછીમારો અને બોટના ક્રૂ મેમ્બરને ભારતીય કોસ્ટગાર્ડે બચાવી લીધા છે. 24 માર્ચ 2024ના રોજ પોરબંદરથી આશરે 40 કિમી દૂર મધ્ય સમુદ્રમાં પ્રેમસાગર બોટ ડૂબી રહી હતી. જાણ થતા જ ICG શિપ સી-161ને સહાયક કમાન્ડર કાર્તિકેયન દ્વારા તરત જ પોરબંદરથી રવાના કરવામાં આવ્યું હતું.
બોટ ડૂબવાની જાણ થતા જ ભારતીય કોસ્ટગાર્ડે રેસ્ક્યૂ ઑપરેશન હાથ ધર્યું હતુ. ટીમના પ્રયત્નોને પરિણામે બોટમાં પૂર આવવાનું કામચલાઉ બંધ થયું અને બોટ અડધી ડૂબી હતી. બોટ સંપૂર્ણ રીતે દરિયામાં ડૂબી જાય તે પહેલા ભારતીય કોસ્ટ ગાર્ડ તમામ માછીમારોને બચાવી લીધા. પોરબંદરથી 50 કિમી દૂર પૂર્વમાં દરિયામાં ડૂબેલી બોટના 5 ક્રૂ મેમ્બર અને માછીમારોનું રેસ્ક્યૂ ઑપરેશન કરવામાં આવ્યું હતુ.ત્યારબાદ બચી ગયેલા લોકોને પોરબંદર લાવવામાં આવ્યા હતા અને ફિશરીઝ એસોસિએશનને સોંપવામાં આવ્યા હતા.માછીમારોને તબીબી સારવાર પણ પુરી પાડવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application