Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પંડ્યા બ્રધર્સએ ‘હરે રામ-હરે કૃષ્ણ’ ના ધૂન પર ડાન્સ કર્યો

  • April 11, 2024 

હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા આઈપીએલ 2024 વચ્ચે ઘરે પૂજા દરમિયાન ભગવાનની ભક્તિમાં ડૂબેલા જોવા મળ્યા હતા. પંડ્યા બ્રધર્સે ટૂર્નામેન્ટ વચ્ચે પરિવારને સમય આપવા માટે બ્રેક લીધો છે અને આ દરમિયાન ઘરમાં પૂજા પણ રાખવામાં આવી છે. હાર્દિક આ સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની કમાન સંભાળી રહ્યો છે. જ્યારે કૃણાલ પંડ્યા લખનૌ સુપર જાયન્ટસ માટે રમી રહ્યો છે. તેમણે ટીમને ગત્ત મેચમાં બોલિંગથી પ્રભાવિત કર્યા હતા. હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં બંન્ને ખેલાડીઓ પોતાના પરિવારની સાથે પૂજા કરી આનંદ લઈ રહ્યા છે.


વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, પંડ્યા બ્રધર્સ હરે રામ -હરે કૃષ્ણાના જાપ કરી રહ્યા છે. આ દરમિયાન હાર્દિકની સાથે તેની પત્ની નતાશા સ્ટાનકોવિચ અને કૃણાલની સાથે તેની પત્ની પંખુડી પણ જોવા મળી રહ્યા છે. બંન્ને ખેલાડીઓની સાથે તેના બાળકો પણ જોવા મળી રહ્યા છે. હાર્દિક આ દરમિયાન ખુબ જોશમાં જોવા મળી રહ્યો છે અને માઈકમાં ભજન ગાતો જોવા મળી રહ્યો છે. થોડા દિવસો પહેલા પણ હાર્દિક પંડ્યા ભક્તિના રંગમાં જોવા મળ્યો હતો, તેણે સોમનાથ મંદિરમાં પુજા પણ કરી હતી. હાર્દિક પંડ્યા છેલ્લા કેટલાક સમયથી લોકોના નિશાના પર છે. મુંબઈની કેપ્ટનશીપ સંભાળ્યા બાદ ચાહકો તેને ખુબ પરેશાન પણ કરી રહ્યા છે.


હાર્દિકની મુંબઈ કેપ્ટનશીપની શરુઆત સારી રહી નથી અને ટીમ તેની કેપ્ટનશીપમાં 3 મેચ હારી છે. મુંબઈએ રવિવારના રોજ વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં જીતનો સ્વાદ લીધો હતો. હાર્દિકે જ્યારથી મુંબઈની કેપ્ટનશીપ સંભાળી છે. ત્યારથી રોહિત શર્માના ચાહકો નારાજ છે. મેચ દરમિયાન અનેક વખત હાર્દિક પંડ્યા હૂટિંગનો શિકાર પણ બન્યો છે. સતત 3 હાર બાદ હાર્દિક વિશે અવનવી વાતો પણ કરી રહ્યા છે. આ દિગ્ગજ ઓલરાઉન્ડરને આઈપીએલ 2024 પહેલા મુંબઈ દ્વારા ટ્રેડ કરવામાં આવ્યો હતો, ત્યારે રોહિત શર્માના સ્થાને હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રોહિત શર્માની કેપ્ટનશીપમાં મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલમાં 5 વખત ચેમ્પિયન રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application