Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભરૂચના નેત્રંગ તાલુકાના મૌઝા ગામ ખાતે આગામી 15 મીએ પીએમ જન મન કાર્યક્રમ યોજાશે

  • January 11, 2024 

નેત્રંગ તાલુકાના મૌઝા ગામ ખાતે આગામી ૧૫ મીએ પીએમ જન મન કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો લાભાર્થીઓ સાથેનો વર્ચ્યુઅલ સંવાદનું પણ જીવંત પ્રસારણ નિહાળવામાં આવશે. આ અનુસંધાને છોટાઉદેપુરના પ્રાયોજના વહીવટદારની પ્રેરક ઉપસ્થિતિમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અધ્યક્ષપદેથી છોટાઉદેપુરના પ્રાયોજના વહીવટદારએ પીએમ જનમન કાર્યક્રમ અંતર્ગત જિલ્લા વહીવટીતંત્ર ટ્રાઈબલ વિસ્તારમાં વસતાં આદિમ જૂથને સરકારશ્રીની યોજનાઓનો લાભ તેમના ઘરઆંગણે જઈને પહોચાડે તે સુનિશ્ચિત કરવાનો પીએમ જનમન કાર્યક્રમનો આશય છે.



વધુમાં તેમણે સરકારની બધી જ યોજનાથી આદિમ જૂથમાં લાભાન્વીત કરીને સેચ્યુરેશન કરીને તેમના જીવનધોરણને સમાજના મુખ્યપ્રવાહમાં લાવવા માટે જિલ્લાના અમલીકરણ અધિકારીઓને માર્ગદશિત કર્યા હતા. આ બેઠકમાં નિવાસી અધિક કલેકટરએ સ્વાગત પ્રવચનમાં કરતાં જણાવ્યું કે, પી એમ જન મન કાર્યક્રમએ ટ્રાયબલ વિસ્તારમાં વસતાં આદિમ જૂથ માટે સરકારશ્રીની યોજનાઓનું સેચ્યુરેશન કરવા લક્ષ્યાંકને હાંસલ કરશે તેવી જિલ્લા વહીવટી તંત્રની ટીમ તરફથી ખાતરી આપી હતી. આ બેઠકમાં પ્રાયોજના વહીવટદાર શ્રી એસ આર ગુપ્તે સહીત અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application