Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તોડકાંડમાં તપાસ કરી રહેલા પીઆઈ ખુદ ભષ્ટ્રાચારના ભરડામાં ફસાયા, વાલોડ પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત, છેતરપિંડી અને રાજ્ય સેવક દ્વારા વિશ્વાસઘાત સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ

  • May 12, 2023 

ચકચારી કથિત તોડકાંડમાં એક મોટા સમાચાર હાથ લાગ્યા છે. તોડકાંડમાં તપાસ હાથ ધરતા પીઆઈ અશ્વિન ખાંટ ખુદ ભષ્ટ્રાચારના ભરડામાં ફસાયા છે. PI એ.ડી.ખાંટ સહિતના છ આરોપી સામે તાપી જિલ્લાના વાલોડ પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત, છેતરપિંડી અને રાજ્ય સેવક દ્વારા વિશ્વાસઘાત સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ થતાં જ પીએસઆઇ ખાંટ રજા પર ઉતરી ગયા હતા.


જોકે ડમીકાંડના આરોપી પૈકીના બે આરોપીએ આક્ષેપ લગાવ્યો છે કે, યુવરાજસિંહે તેમના નામ ન બોલવાના બદલામાં લાખોની રકમ લીધી હતી તોડકાંડ અંગે ગુનો દાખલ કરી યુવરાજસિંહ જાડેજા તેમજ તેના સાળા સહિતના આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જે ગુનાની તપાસ PI એ.ડી. ખાંટને સોંપવામાં આવી હતી. આમ, PI ખાંટ રાજ્યભરમાં ચકચાર જગાવાનાર તોડકાંડની તપાસ કરી રહ્યાં હતા. પરંતુ PI ખાંટ ખુદ પોતે જ કલ્પદના સાણસામાં ફસાયા છે. તેઓને પણ આરોપી બનવાનો વારો આવ્યો છે.


અશ્વિન ખાંટ ભાવનગર પુર્વે જેતે સમયે તાપી જિલ્લાના વાલોડ પોલીસ મથકમાં છેતરપીડી અને ગુનાહિત ષડયંત્ર તળે ભારે કલમો નીચે ગુનો નોંધાવા પામ્યો છે.વાલોડ પોલીસ મથકમાં નોંધાયા બાદ હાલ ભાવનગર પોલીસ બેંડાના સર્કલ પીઆઈ તરીકે ફરજ બજાવતા ખાંટ સવારે પોલીસ અધિક્ષકની કચેરી હાજર જોવા મળ્યા હતા. બાદ રજા મેળવી ભાવનગર છોડી ગયા હોવાનું જાણવા મળ્યું હતું.

શું છે સમગ્ર કેસ ? 


​તાપી જિલ્લાના અને વાલોડ તાલુકાના બાજીપુરામાં રહેતા અને કશર પ્લાન્ટ ચલાવતા વેપારી અબ્દુલ જલીલખાન રહીમખાન પઠાણે વાલોડ પોલીસ મથકમાં ફૈજલ સેદ્દીકભાઈ ઝવેરી (રે.લુન્સી કૂઈ રોડ, નવસારી) રમેશ હરજીભાઈ સાંગણી (રે.નાના વરાછા સુરત), હર્ષલ કિશોરકુમાર ભાલાળા (રે. બારડોલી, જિ. સુરત), જયેશ મણીભાઈ પટેલ (રે. શાહપુર, તા. બરવાળા, જિ. બોટાદ), જયદિપસિંહ જયંતસિંહ પરમાર (રે. ધાણી તા. ડોલવણ જિ.તાપી) અને ભાવનગરના હાલના પીઆઈ અને ગુના સમયે વાલોડ પોલીસ મથકના પીએસઆઈ અશ્વિન ખાંટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.


જેમાં આક્ષેપ કરાયો છે કે, આરોપીઓએ ફરિયાદીને એક પણ રૂપિયો આપ્યા વગર ફરિયાદીની કરોડની મશિનરી હડપ કરી લીઝ પર ગેરકાદેસર ટ્રેસ પાસિંગ કરી બ્લેક ટ્રેપનું ગેરકાયદેસરનું વેંચણ કરી સરકાર સાથે પણ રોયલ્ટીની ચોરી કરી હતી. જેમાં આરોપી અશ્વિન ખાંટ પોતે પોલીસ અધિકારી હોવા છતાં કરોડોના ભ્રષ્ટાચાર આચરવામાં મદદગારી કરી હતી. આમ, ફૈઝલ ઝવેરી, રમેશ સાંગણી, હર્ષલકુમાર ભાલાળા, જયેશ પટેલ, જયદિપસિંહ પરમાર અને PI ખાંટ સહિતના આરોપીઓ સામે ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ થતાં ભારે ચકચાર મચી જવા પામી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application