Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજ્યમાં બીજા નંબરે તાપી જિલ્લામાં પીસીઆર લેબોરેટરી શરુ કરાઈ

  • May 08, 2021 

તાપી જિલ્લામાં કોરોનાના કહેરને નાબુદ કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુચારૂ કામગીરી કરવામાં આવી રહી છે. કોરોનાના લક્ષણ ધરાવતા દર્દીઓના સેમ્પલ લઇ RTPCR ટેસ્ટ કરાવવા અત્યારસુધી સુરત મોકલવામાં આવતા હતા. જેથી અંતરિયાળ વિસ્તારના લોકોના ટેસ્ટની સમસ્યા નિવારવા સાંસદ પ્રભુભાઈ એન.વસાવાએ ખૂબ જ ટૂંકા ગાળામાં તાપી જિલ્લામાં જ લેબોરેટરી શરૂ કરવા જહેમત ઉઠાવી. જિલ્લા કલેકટર આર.જે.હાલાણીના માર્ગદર્શન હેઠળ જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે 24*7 લેબોરેટરી શરૂ થઇ ગઇ છે.

 

 

 

 

જનરલ હોસ્પિટલના ઈ.ચા. સિવિલ સર્જન ડો.નૈતિક ચૌધરીએ આરોગ્ય સેવામાં વધારો થતા ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અહીં ICMR ના નિયમ મુજબ લેબ શરૂ થતા હવે અમારે સેમ્પલ સુરત નહીં મોકલવા પડે. દરરોજ 250 થી 300 જેટલા ટેસ્ટ વ્યારા ખાતે જ કરીને એક જ દિવસમાં કોવિડના લક્ષણો હોય તે જાણી શકાય છે.

 

 

 

 

માઈક્રોબાયોલોજીસ્ટ ડો.ચિરાગ ઘોઘારીએ જણાવ્યું હતું કે, આ લેબોરેટરી શરૂ થતા અત્યાર સુધીમાં ૨૦૦૦ જેટલા ટેસ્ટીંગ કરવામાં આવ્યા છે. જે આપણાં માટે ખુશીના સમાચાર છે. તાપી જિલ્લો જિલ્લા ખાતેની લેબોરેટરીમાં ગુજરાત ખાતે બીજા નંબરે છે.

 

 

 

 

ડો.મેહુલ પટેલે કહયું હતું કે, ICMR ની મંજૂરી આપણને ઝડપથી મળી ગઇ જેથી આપણે લેબોરેટરી સત્વરે ચાલુ કરી શક્યા છીએ.હાલમાં કુલ 19 જેટલા લેબ ટેકનિશ્યનો, લેબ આસીસ્ટન્ટ-4 અને ડેટા એન્ટ્રી ઓપરેટરો કુલ-4 બે શિફ્ટમાં દિન-રાત ફરજ બજાવી ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સની ભૂમિકા અદા કરી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application