Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નેવીએ 19 ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે બચાવ્યા, જેમાં 11 ઈરાની હતા અને 8 પાકિસ્તાની

  • February 03, 2024 

ભારતીય નૌસેનાએ ફરી એકવાર પોતાની બહાદુરી બતાવી દીધી છે. નૌકાદળે શુક્રવારે સોમાલિયાના પૂર્વ કિનારે બીજા જહાજને હાઇજેક કરવાના ચાંચિયાઓના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. સાત લૂંટારુઓ આ જહાજમાં સવાર હતા અને ક્રૂ મેમ્બર્સને બંધક બનાવવામાં આવ્યા હતા. ભારતીય નૌકાદળને આ માહિતી મળતાં જ તેમણે તરત જ હુમલો કરીને તેમના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા. નેવીએ 19 ક્રૂ મેમ્બર્સને પણ સુરક્ષિત રીતે બચાવ્યા હતા, જેમાં 11 ઈરાની અને 8 પાકિસ્તાની લોકો પણ હતા.


નૌકાદળ દ્વારા જારી કરાયેલા નિવેદન મુજબ 31 જાન્યુઆરીએ ઈરાની ફિશિંગ જહાજ એફવી ઓમરિલને હાઈજેક કરવામાં આવ્યું હોવાની માહિતી મળી હતી. સાત ચાંચિયાઓ આ નૌકામાં ચડી ગયા હતા અને ક્રૂ મેમ્બર્સને બંધક બનાવ્યા હોવાનું બહાર આવ્યું હતું. એ વખતે ભારતીય નેવલ આરપીએ આ વિસ્તાર પર નજર રાખી રહી હતી. અમને આ માહિતી મળતાં જ અમે એક ઓપરેશન શરૂ કર્યું અને FV ઓમરિલને શોધી કાઢ્યું. આ પછી, INS શારદાને ચાંચિયાઓ સામે લડવા માટે એન્ટી-પાઇરેસી મિશન પર તૈનાત કરવામાં આવ્યું હતું. INS શારદાએ થોડી જ ક્ષણોમાં ઈરાની જહાજ FV Omaril ને અટકાવ્યું. ત્યાર પછી ચાંચિયાઓને જહાજમાંથી ભાગી જવાની ફરજ પડી હતી. જહાજ પર ઈરાનનો ધ્વજ હતો.  


નેવીના જણાવ્યા અનુસાર આ જહાજમાં 11 ઈરાની અને 8 પાકિસ્તાની નાગરિકો હાજર હતા. તમામ ક્રૂ મેમ્બર હતા. ચાંચિયાઓનો સામનો કરવા માટે આ વિસ્તારમાં INS શારદા યુદ્ધ જહાજ તૈનાત કરવામાં આવ્યું છે, જે દરેક ક્ષણે આ વિસ્તાર પર નજર રાખે છે. ભારતીય નૌકાદળના પ્રવક્તા કમાન્ડર વિવેક માધવાલે કહ્યું હતું કે, અમે ઈરાનના ધ્વજવાળા જહાજ પર ચાંચિયાઓ દ્વારા હુમલાની માહિતી મળ્યા બાદ ઓપરેશન શરૂ કર્યું હતું. INS શારદાએ શુક્રવારે વહેલી સવારે જહાજને અટકાવ્યું અને ચાંચિયાઓને ક્રૂને સુરક્ષિત રીતે મુક્ત કરવા દબાણ કર્યું. નેવીનું એક સપ્તાહમાં આ ચોથું ઓપરેશન છે.


આ પહેલા ભારતીય નેવીએ 19 પાકિસ્તાની ક્રૂને બચાવ્યા હતા. ભારતીય નૌસેનાએ શ્રીલંકા અને સેશેલ્સની નૌકાદળ સાથે મળીને આ સપ્તાહની શરૂઆતમાં એક ઓપરેશન હાથ ધર્યું હતું. તે સમયે, મોગાદિશુની પૂર્વમાં દરિયાઈ માર્ગમાં ચાંચિયાઓએ એક માછીમારી જહાજ પર હુમલો કર્યો અને હાઇજેક કર્યું. આ પહેલા પણ 5 જાન્યુઆરીએ નેવીએ નોર્થ અરબી સમુદ્રમાં લાઈબેરિયન ફ્લેગવાળા જહાજ એમવી લીલા નોરફોકને હાઈજેક કરવાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. તેના તમામ ક્રૂ મેમ્બરનો બચાવ થયો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application