Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસમાંથી પાણીની આવક થતા નર્મદા ડેમ હાલમાં ૮૦ ટકા ગ્રોસ સ્ટોરેજ પાણીથી ભરાયો

  • August 29, 2023 

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના એકતાનગર ખાતે આવેલા સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી આજે તા.૨૮મી ઓગસ્ટ, ૨૦૨૩ને સોમવારના રોજની હાલની સ્થિતિએ ૧૩૨.૬૦ લેવલ મીટરે નોંધાયેલી છે. ઉપરવાસમાંથી પાણીની આવકમાં ધીમા પ્રવાહે વધારો થવાના કારણે નર્મદા ડેમમાં હાલમાં સરેરાશ આશરે ૯૦,૩૧૧થી વધુ ક્યુસેક પાણીના જથ્થાની આવક થઈ રહી છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં મહત્તમ ગ્રોસ સ્ટોરેજ ક્ષમતા ૯,૪૬૦ મિલિયન ક્યુબિક મીટરની છે.



જેના સામે હાલમાં ઉપરવાસના જળાશયોમાં પાણીની આવક વધવાને લીધે તા.૨૮મી ઓગષ્ટ,૨૦૨૩ની સ્થિતિએ નર્મદા ડેમમાં ૭,૫૬૭ મિલિયન ક્યૂબિક મીટર પાણીનો જથ્થો સંગ્રહિત થતા હાલ નર્મદા ડેમ ૮૦ ટકા ગ્રોસ સ્ટોરેજથી ભરાયેલો છે. ડેમમાં ઉપરવાસમાંથી થઈ રહેલી પાણીની આવકના કારણે ડેમના બંને વીજ મથકો કાર્યરત કરવામાં આવ્યા છે, જેમાં રિવરબેડ પાવર હાઉસમાંથી વિજ ઉત્પાદન બાદ ૪૪,૪૯૭ ક્યુસેક પાણીનો જથ્થો નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યો છે. જ્યારે કેનાલ હેડ પાવર હાઉસમાંથી ૧૪,૭૭૯ ક્યૂસેક પાણીની જાવક સરોવરમાં થઈ રહી છે. તેમ સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના શીફ્ટ ઈન્ચાર્જ સરદાર સરોવર પ્રોજેક્ટ, ડેમ ફ્લડ કન્ટ્રોલ સેલ, એકતાનગરની અખબારી યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application