Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુજરાતી ભાષામાં શિક્ષણ ના આપતું હોય તે સ્કૂલની NOC રદ કરાશે

  • January 22, 2023 

રાજયભરની સ્કૂલોમાં ફરજિયાત ગુજરાતી ભાષા ભણાવવાનો સરકારે અમલ ન કરતા માતૃભાષા અભિયાન હેઠળ હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઈ છે.



સુનાવણી દરમ્યાન જસ્ટિસ સોનિયા ગોકાણીની ખંડપીઠે સરકારને એવો સવાલ કર્યો હતો કે, સરકાર કોઇ પોલિસી બનાવે છે પછી તેનું યોગ્ય પાલન થાય છે કે નહી? પોલિસીનો ભંગ કરવાર સામે સરકાર કોઇ પગલાં લે છે કે નહી? તે તમામ કામો સરકારે જ કરવાના છે. માત્ર પોલિસી બનાવવાથી સરકારની જવાબદારી પૂરી નથી થતી.જે સ્કૂલ ગુજરાતી નથી ભણાવતી તેમની સામે તમારે પગલાં લેવા જોઇએ. સરકારે એવી દલીલ કરી હતી કે, અમે આવી સ્કૂલોને નોટિસ આપી છે તેનો અમલ નહીં થાય તો એનઓસી રદ કરાશે.




ખંડપીઠે વધુ સુનાવણી 3જી ફેબ્રુઆરી પર મુકરર કરી છે. માતૃભાષા અભિયાન હેઠળ મંદા રામલાલ પરીખ, મયંક ઉપાધ્યાય સહિતના લોકોએ હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરી છે. ખંડપીઠે એવી ટકોર કરી હતી કે આપણે ભિક્ષા નહી શિક્ષા અભિયાન શરૂ કર્યુ છે.




આપણે માતૃભાષાને જીવંત રાખવા પ્રયત્નો તો ક૨વા જ પડશે. સીબીએસસી, કેમ્બ્રિજ બોર્ડ, આઇ.સી બોર્ડ અને કેન્દ્રિય વિદ્યાલય ગુજરાતમાં જ ચાલતા હોવાથી સરકારની પોલિસી તેમને લાગુ પડે છે કે નહી તે અંગે સરકાર પાસેથી જવાબ માગ્યો છે. કોર્ટમાં ગુજરાતી ભાષાના પાઠય પુસ્તકો કેવાં છે તે રજૂ કરવામાં આવ્યાં હતાં.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application