Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આગામી 24 કલાકમાં ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી : દરિયાકાંઠાનાં તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ

  • June 09, 2023 

ગુજરાતનાં અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપરજોય નામના ચક્રવાતને લઈને હવામાન વિભાગ દ્વારા ચેતવણી જાહેર કરવામાં આવી છે કે, વાવાઝોડું ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે અને આગામી બે દિવસ સુધી આ દિશામાં જ આગળ વધતું રહેશે તેવી શક્યતા છે. તારીખ 12 જૂન સુધી ગોવા, કર્ણાટક, કેરળના દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાન તોફાની થવાની શક્યતા છે, સાથે જ ગુજરાતનાં દરિયાકાંઠા વિસ્તારોમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બિપોરજોય વાવાઝોડાને લઈને હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ગુજરાતમાં ભારે પવન વરસાદની આગાહી કરી છે. ભાવનગર, અમરેલી, જામનગર, માંગરોળ, પોરબંદર, ઉના, વસસાડ, નવસારી અને દ્વારકાના દરિયામાં જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે.


વલસાડનાં તિથલ બીચને બંધ કરીને 3 કિલોમીટર સુધી કડક પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત દરિયાકાંઠાનાં 42 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. અમદાવાદના હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, બિપોરજોય વાવાઝોડું પોરબંદરથી 830 કિમી દૂર છે. આગામી 24 કલાક રાજ્યમાં વરસાદની આગાહી છે. આવતી કાલથી દક્ષિણ ગુજરાતમાં, સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદ પડશે. આગામી પાંચ દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આગામી 2 દિવસ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 35થી 45 કિમીની ઝડપે પવન ફૂંકાશે.


વાવાઝોડું 6 કિમીની ઝડપે વધી રહ્યું છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપરજોય વાવાઝોડાને લઈને હવામાન વિભાગે ચેતવણી જાહેર કરવામાં આવી છે કે ચક્રવાત ધીમે ધીમે ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યુ છે જેને પગલે દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બની ગયુ છે તેમજ તાલુકા કક્ષાના અધિકારીઓને પોતાના હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરવામાં આવ્યો છે. ગુજરાતના બંદરો પર ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે તેમજ નેશનલ અને રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટની 11 ટીમોને એલર્ટ પર રાખવામાં આવી છે.


રાજ્યમાં વાવાઝોડાના પગલે તંત્રએ સાવધાની રાખવા માટે લોકોને દરિયાકાંઠે અવરજવર તેમજ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી હતી તેમ છતા પણ ગતરોજ દ્વારકાના દરિયામાં એક યુવક નાહવા પડતાં ડૂબવા લાગ્યો અને બૂમાબૂમ કરતા ડૂબી રેહલા યુવકને બચાવવા માટે એક યુવકે દરિયામાં છંલાગ લગાવી હતી જોકે ડૂબી રહેલો યુવક થોડી વારમાં દરિયાકાંઠે આવી ગયો હતો જ્યારે બચાવવા ગયેલો યુવક દરિયામાં લાપત્તા બન્યો હતો જેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News