Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

હવામાન વિભાગે દેશના 15 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ તેમજ દક્ષિણ ભારતમાં વરસાદની આગાહી કરી

  • December 26, 2023 

હવામાન વિભાગે દેશના 15 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ તેમજ દક્ષિણ ભારતમાં વરસાદની આગાહી કરી છે. ઉત્તર મધ્ય પ્રદેશ, ઉત્તરપ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ઓડિશા, ઉત્તરાખંડ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ અને ત્રિપુરામાં આજથી આગામી 5 દિવસ એટલે કે, તારીખ 30 ડિસેમ્બર સુધી ગાઢ ધુમ્મસ છવાશે. આ રાજ્યોમાં વિઝિબિલિટી રેંજ 50 મીટરે પહોંચવાની સંભાવના છે. જ્યારે દિલ્હી, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને ઓડિશાના કેટલાક વિસ્તારોમાં વિઝિબિલિટી ઝીરો પર પહોંચી ગઈ છે. હવામાન વિભાગે દક્ષિણ ભારતમાં વરસાદ પડવાની પણ આગાહી કરે છે. IMDએ જણાવ્યું કે, કેરળ, માહે, તમિલનાડુ, પુન્ડુચોરી, કરાઈકલ અને લક્ષદ્વીપમાં આજથી આગામી 5 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.



હવામાન નિષ્ણાતોના મત મુજબ વર્ષનાં છેલ્લા દિવસે એટલે કે તારીખ 31 ડિસેમ્બરે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટીવ થશે, જેના કારણે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને તમિલનાડુમાં વાદળછાયા વાતાવરણ ઉપરાંત વરસાદ પડવાની સંભાવના છે. આ સિસ્ટમની અસર 2 જાન્યુઆરી સુધી રહેશે. આ દરમિયાન ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતના રાજ્યોમાં વરસાદ પડવાની શક્યતા છે. દિલ્હીનાં પાલનમાં સવારે 5.30 કલાકે ઝીરો વિઝિબિલિટી નોંધાઈ છે. ઓછી વિજિબિલિટીના કારણે પાલમના IGI એરપોર્ટ પર 30 ફ્લાઈટોમાં વિલંબ થયો છે. સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં 11 ફ્લાઈટોને જયપુર અને એક વિમાનનો લખનઉ ડાયવર્ટ કરાઈ. રેલવેએ કહ્યું કે, ગાઢ ધુમ્મસના કારણે દિલ્હી આવનારી 14 ટ્રેનોમાં પણ વિલંબ થયો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application